ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વરની વાસુદેવ સોસાયટીમાં રહેતો રાંદેરિયા પરિવાર અંબાજી દર્શને ગયો હતો. પુત્રના જન્મદિવસે જ માતાએ શામળાજીનાં (Shamlaji) દર્શનની પણ મહેચ્છા વ્યક્ત કરતાં શામળાજીમાં સેલ્ફી (Selfie) લેતી વેળા માતાનો પગ લપસતા 15 ફૂટ નીચે વાવમાં પટકાતાં મોતને ભેટી હતી. પરિવારમાં નાના પુત્રનો જન્મદિવસ હોવાથી આ પરિવારે અંબાજી (Ambaji) માતાજીના દર્શનાથે નીકળ્યો હતો.
ઝાડેશ્વર રોડ પર વાસુદેવ સોસાયટીમાં રહેતો રાંદેરિયા પરિવાર અંબાજી ખાતે શુક્રવારે વહેલી સવારે દર્શનાર્થે નીકળ્યો હતો. જેમાં દક્ષેશભાઈ, પત્ની શિલ્પાબેન, બે પુત્ર તેમજ શિલ્પાબેનનાં બહેન સહિત 5 લોકો અંબાજી તરફ જઈ રહ્યાં હતાં. પરિવારમાં નાના પુત્રનો જન્મદિવસ હોવાથી આ પરિવારે અંબાજી માતાજીના દર્શનાથે નીકળ્યો હતો.
દરમિયાન શિલ્પાબેને ભગવાન શામળિયાનાં દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના પગલે આ પરિવાર સવારે 10.30 વાગ્યાની આસપાસ શામળાજી આવ્યો હતો. શામળાજી મંદિરે દર્શન કર્યા બાદ પરિવાર મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કરી રહ્યો હતો. શામળાજી મંદિર પરિસરમાં આવેલી પ્રાચીન વાવના પતિ દક્ષેશભાઈએ ફોટોગ્રાફી કર્યા બાદ શિલ્પાબેન પણ તેમનાં બહેન સાથે પ્રાચીન વાવ પાસે સેલ્ફી લેવા ગયાં હતાં. નાની બહેન સાથે પ્રાચીન વાવ તરફ આવી ફોટો પડાવવા માટે પ્રાચીન વાવ પાસે ફોટો પડાવવા જતાં શિલ્પાબેને સંતુલન ગુમાવ્યું હતું. જેના પગલે શિલ્પાબેન 15 ફૂટ નીચે પટકાયાં હતાં.
શિલ્પાબેન અચાનક નીચે પટકાતાં તેની બહેન અને પુત્ર બેબાકળા બની બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ મંદિર પરિસરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગયો હતો. પ્રાચીન વાવમાં પટકાયેલાં શિલ્પાબેનના માથામાં ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. નાના પુત્રના જન્મદિવસે જ માતાનું આકસ્મિક મોત નિપજતાં સુખનો પ્રસંગ રાંદેરિયા પરિવાર માટે ઘેરા શોકમાં તબદીલ થઈ ગયો હતો. શામળાજી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચના જડેશ્વર રોડની વાસુદેવ સોસાયટીમાં રહેતા દક્ષેશભાઈના નાના દિકરાનો શુક્રવારે જન્મ દિવસ હતો.વહેલી સવારે કેક કાપી આ પરીવાર શામળીયાજીના દર્શને આવ્યો હતો.પરંતુ વાવ જોવા જતાં દક્ષેશભાઈ રાદેરીયાના પત્નિ શીલ્પાબેનનું શામળાજી ખાતે જ મોત નીપજતાં કરૂણાસભર દ્દશ્યો સર્જાયા હતા.