નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના (૧) આ.પો.કો રામદેવભાઈ રૂખડભાઈ બ. નં.૮૬૪ નોકરી. હેડ ક્વાર્ટર છોટાઉદેપુર (૨) આ.પો.કો બાબુભાઈ કરસનભાઈ બ.નં.૯૩૦ નોકરી. જેતપુર પાવી પોલીસ સ્ટેશન (૩) આ.પો.કો મેવાભાઈ શંકરભાઈ બ.નં.૮૩૨ નોકરી. રંગપુર પોલીસ સ્ટેશન આ ત્રણ પોલીસ કર્મચારીઓને તા.24.06.2024 થી ત્રણ માસની એ.ડી.આઈની ટ્રેનિંગ માટે રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી સોરઠ ખાતે જવાનું હતું પરંતુ તેઓ ટ્રેનિંગની કામગીરીમાં ના જતા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ તાત્કાલિક એક્શન લઇ ત્રણે પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. તેઓને હુકમની બજવણી કરી દેવામાં આવી છે. પોલીસ વિભાગમાં શિસ્તનું પાલન અને ફરજ પ્રતે બેદરકારી ચલાવી લેવામાં આવતી નથી. જેને લઈને જિલ્લા પોલીસ વડા આક્રમકઃ થઈને ગંભીર નોંધ લઇ પોલીસ કર્મચારીઓ ફરજ પ્રતે નિષ્ઠા રાખે તે દાખલો બેસાડવા માટે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા હવે પોલીસ વિભાગમાં ફફળાટ ફેલાયો છે.
ટ્રેનિંગમાં હાજર ના થતા છોટા ઉદેપુર જિલ્લા પોલીસ વડાએ ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા
By
Posted on