SURAT

સુરતના અંબાજી મંદિરને તોડી પાડવા પાલિકાએ નોટિસ ફટકારતા ભક્તો રોષે ભરાયા

સુરત: શહેરના 50 વર્ષ જૂના અંબાજી મંદિરને તોડી પાડવા માટે સુરત મહાનગર પાલિકા તરફથી નોટિસ મળતા સ્થાનિક રહીશો ગુસ્સે ભરાયા છે. મંદિર બચાવોના પોસ્ટર લઈ આજે સવારે ભક્તો સુરત જિલ્લા કલેક્ટર કચેરી દોડી ગયા હતા અને મંદિરના ડિમોલિશન સામે વાંધો નોંધાવ્યો હતો.

સુરતના નાની વેડના ગામમાં આવેલા જૂના અંબાજી મંદિરના ડિમોલેશન માટે નોટિસ પાઠવવામાં આવી છે. જેનો સ્થાનિક રહીશો-ભક્તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક રહીશોએ ભેગા થઈ આજે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ પ્રદર્શન કરનારાઓએ મંદિર બચાવો… મંદિર બચાવોના સૂત્રો પોકાર્યા હતા. પ્રદર્શનકારીઓએ કહ્યું કે, સુરત મહાનગર પાલિકા દ્વારા વર્ષો જૂના અંબાજી મંદિરના ડિમોલિશન માટે નોટિસ આપવામાં આવી છે. આ મંદિર 1968માં મંદિર બન્યું છે. તે 50 વર્ષ જુનું છે. લોકો આ મંદિરમાં નિયમિત ભક્તિ કરે છે. આ મંદિરને તોડી પાડવાની નોટિસના લીધે લોકોમાં ભારે રોષ છે. જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી પ્રદર્શનકારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

સ્થાનિકોએ કહ્યું કે, નાનીવેડ મુકામે આવેલ શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં નિયમીતપણે સવાર – સાંજ એમ બે વખત આરતી કરીને પુજા-અર્ચના કરવામાં આવે છે. હિન્દુ વર્ષમાં આવતા અનેક વાર-તહેવારે પણ વિવિધ પ્રકારની પુજા- અર્ચના થતી હોય છે. અનેક હિન્દુ ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ સદર મંદિર દ્વારા કરવામાં આવતી હોય છે.

નાનીવેડના રહેવાસીઓના ઘરમાં આવતા શુભ પ્રસંગે પણ સદર મંદિરની પુજા-અર્ચના કરવામાં આવતી હોય છે. નિયમીતપણે માર્ગના રાહદારીઓ પણ દર્શન વિગેરેનો લાભ લેતા હોય છે. એ રીતે, સદર શ્રી લક્ષ્મીનારાયણ મંદિર નાનીવેડના સર્વે રહેવાસીઓ સહિત આજુબાજુના વિસ્તારના રહિશોની પૌરાણીક આસ્થાનુ કેન્દ્ર છે.

શેલૈષ પટેલે કહ્યું કે, અંબાજી મંદિર પૌરાણિક છે. તેને જાતે ડિમોલેશન કરવા માટેની મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ મંદિરનો ઉલ્લેખ પણ છે. લોકોની આસ્થા પણ જોડાયેલી છે. આજુબાજુના ગામના લોકો અને વિસ્તારના લોકોની આસ્થા જોડાયેલી છે. મંદિરનો ભાગ તોડી પાડવા માટે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે અમારી માગ છે કે, આ મંદિર બચવું જોઈએ અને એટલે જ અમે મોરચો લઈને રજૂઆત કરવા આવ્યા છીએ.

Most Popular

To Top