SURAT

અડાજણમાં મેટ્રોનો સામાન ચોરાતો હોવાથી વોચ ગોઠવાઈ અને સવારે પાંચ વાગ્યે રિક્ષામાં 3 ગઠિયા આવી પહોંચ્યા..

સુરત: અડાજણ એલ. પી. સવાણી સર્કલ પાસે ચાલતી મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે, જેના પગલે ઢગલાબંધ સરસામાન બેરીકેડની અંદરના ભાગે મૂકલો હોય છે જે તકનો લાભ ઉઠાવવા વહેલી સવારે 3 ગઠિયાઓ એક રિક્ષા લઈને બેરીકેડ ધૂસી રિક્ષામાં લોખંડની પાઈપો ભરી રહ્યાં હતા, સિક્યોરિટી ગાર્ડની નજરે આ ત્રણેય ચડતાં તેઓ દોડ્યા હતા પરંતુ બે ઈસમો ભાગી છૂટયા હતા જ્યારે એક ઈસમ ઝડપાઈ જતાં તેને પોલીસ હવાલે કરાયો હતો.

  • અડાજણમાં મેટ્રોનો સામાન ચોરાતો હોવાથી વોચ ગોઠવાઈ : સવારે પાંચ વાગ્યે રિક્ષામાં સામાન ચોરવા 3 ગઠિયા આવી પહોંચ્યા હતા
  • એલ.પી. સવાણી સર્કલ પાસે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટની કામગીરીના સ્થળેથી રિક્ષા સાથે એક ઝડપાયો, બે ભાગી છૂટ્યા

ઉલ્લેખનિય છે કે છેલ્લા પંદર દિવસથી પ્રોજેક્ટની કામગીરી માટેના સામાનની સ્થળ પરથી ચોરી થતી હતી. આ વાત સિક્યોરિટી ઇન્ચાર્જનાં ધ્યાનમાં આવી હતી. ઇન્ચાર્જે તમામ ગાર્ડને આ બાબતે નજર રાખવા ચેતવણી આપી હતી. સિક્યોરિટીના માણસો વોચ ગોઠવી બેઠા હતા ત્યારે વહેલી સવારે પાંચ વાગે એક રિક્ષા બેરીકેડનાં અંદરનાં ભાગમાં કામ ચાલતું હોય ત્યાં આવીને ઊભી રહી હતી. બાદમાં રિક્ષામાંથી બે માણસો ઉતરી લોખંડી પાઇપો અને બીજો સમાન રિક્ષામાં મૂકવા લાગ્યા હતા.

વોચ રાખી ઉભેલા સિક્યોરિટી માણસો તેમને પકડવા ભાગ્યા અને સિક્યુરિટીએ ફારૂકશા ઈનાયત શાહ ( ઉ.28 રહે., બાપુ નગર ઝુંપડપટ્ટી, અડાજણ)ને પકડી પાડ્યો હતો. તેઓએ ફારૂકશા ભાગી ગયેલા માણસો વિશે પૂછતાં તે સમીર શકીલ શાહ અને અસ્લમ મોહમદ ફારૂક હોવાનું કહ્યું હતું. સ્થળ પર રિક્ષા પકડાઈ હતી. તેમાં ગ્રીબ હેડ નંગ -1 બ્રેકિંગ પાઇપ નંગ -1, 0સળીયા નંગ-6 મળીને 11 હજારનો કિંમતનો સામાન હતો. સિક્યોરિટી ગાર્ડે અડાજણ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ ચોરીની ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Most Popular

To Top