Dakshin Gujarat

અમેરિકા સ્થાયી થયેલા મૂળ બીલીમોરાના હેમંત ભાઈ પર અજાણ્યા વ્યક્તિ દ્વારા હુમલો કરાતા મોત

અમેરિકામાં (America) વધુ એક ગુજરાતીની (Gujarati) હત્યા થઈ છે. બોક્સ ઉઠાવી લેવા જેવી નજીવી બાબતમાં એક શખ્સે મૂળ બીલીમોરા ના અમેરિકા સ્થાયી થયેલા હેમંતભાઈ ઉપર કર્યો હુમલો કર્યો હતો. હેમંત ભાઈ ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું બ્રેઈન હેમરેજના કારણે મોત નીપજ્યું હતું.

નવસારી બીલીમોરાના મૂળ રહેવાસી અને અમેરિકાના ઓક્લાહોમા સિટીમાં મોટેલ બિઝનેસ ધરાવતા 59 વર્ષીય હેમંત મિસ્ત્રી પરિવાર સાથે ત્યાં રહેતા હતા. હેમંત મિસ્ત્રીના મોટેલના પરિસરમાં શનિવાર રાત્રે 10 વાગ્યાની આસપાસ રિચર્ડ લૂઈસ નામના વ્યક્તિએ પોતાનો સામાન મૂકી દીધો હતો. હેમંતભાઈએ આ યુવાનને ત્યાંથી સામાન હટાવી લેવા કહ્યું હતું. દરમિયાન આ વ્યક્તિએ હેમંત મિસ્ત્રીને મોઢા પર મુક્કો મારી દીધો હતો. હેમંતભાઈ તરત જ જમીન પર પડી ગયા હતા. માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. પોલીસે લુઈસની ધરપકડ કરી હતી. મિસ્ત્રી પરિવારે હેમંતભાઈના ઓર્ગન ડોનેશન માટેની પણ ઈચ્છા જાહેર કરી હતી. જેથી ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમેરિકામાં જ તેમની અંતિમ વિધિ થશે.

બીલીમોરામાં 25 વર્ષોથી યુએસમાં સિક્સ (SIX) મોટેલ ના વ્યવસાય સાથે સંકળાયેલા હેમંતભાઈ મિસ્ત્રી મોટલના પાર્કિંગમાં તેમના પર થયેલ હુમલાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયું હતું. સ્વર્ગસ્થ હેમંતભાઈનો પુત્ર કૃણાલ યુએસમાં એપલ ફોન કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું અહીં બીલીમોરા રહેતા તેમના પરિવારના ભત્રીજા યતીન મિસ્ત્રીએ જણાવ્યું હતું. બીલીમોરા પંચાલ સમાજ વાડીના હેમંતભાઈ અને ઓનેસ્ટ પરિવાર મુખ્ય દાતા હતા. ગત વર્ષે જ પરિવારે યુએસથી બીલીમોરા આવીને પુત્રી શિવાનીના ધામધૂમથી લગ્ન કર્યા હતા.

Most Popular

To Top