Gujarat

નીટમાં ગેરરીતિ: ગોધરા તા. પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની તપાસ CBIને સોંપવા રાજ્ય સરકારનો નિર્ણય

ગાંધીનગર: NEET UG – 2024ની ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સમગ્ર તપાસ હવે સીબીઆઈને સોંપવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગુજરાતના ગોધરામાં નીટની પરીક્ષામાં થયેલી ચોરી અંગેના અલગ કેસની તપાસ પણ હવે સીબીઆઈને સોંપી દેવાનો નિર્ણય કરાયો છે. રાજય સરકારે આજે આ અંગે આજે મહત્વનો નિર્ણય લીધો હતો.

  • નીટમાં ગેરરીતિ: ગોધરા તા. પોલીસ મથકમાં નોંધવામાં આવેલી ફરિયાદની તપાસ સી.બી.આઇ.ને સોંપવા રાજ્ય સરકારનો નિર્ણય
  • રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે

ગોધરા ખાતે થયેલી નીટની પરીક્ષામાં ચોરી અંગે ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગોધરા ખાતે થયેલી નીટરની પરીક્ષામાં ચોરીના મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ હતી.

Most Popular

To Top