પ્રેમથી ભગવાનને નિહાળવા લાગ્યાં અને વૈકુંઠમાં પ્રભુ ઊઠ્યા અને દોડ્યા.લક્ષ્મીજી પોકારતાં રહ્યાં, ‘સ્વામી, આમ કયાં જાવ છો?’ પ્રભુ કોઈ જવાબ આપ્યા વિના દોડી ગયા, કારણ પોતાના ભક્તની પ્રેમભરી આંખોમાં છલકાતો પ્રેમ તેમને નજીકથી જોવો હતો. એક દિવસ નારદજી વૈકુંઠમાં પ્રભુને મળવા આવ્યા અને જોયું તો ભગવાન થાકેલા હતા અને કપાળ પર પરસેવો હતો.નારદજીએ કહ્યું, ‘નારાયણ નારાયણ ,પ્રભુ, આમ આટલા થાકેલા કયાં ગયા હતા?’ ભગવાને કહ્યું, ‘મારા પ્રિય ભક્તને તેના સેવાકાર્યમાં મદદ કરવા ગયો હતો.’
નારદજીએ કહ્યું, ‘પ્રભુ, એક વાત પૂછું? પ્રભુ, હું સતત તમારું નામ રટણ કરું છું.શેષનાગ અને ગરુડ સદા તમારી સેવા કરે છે.લક્ષ્મીજી સદા તમારી સાથે રહે છે.અમારા બધાથી પણ વધારે પ્રિય તમને કોણ છે? કે તમે ગમે ત્યારે અમને છોડીને દોડી જાવ છો?’ ભગવાન હસ્યા અને બોલ્યા, ‘નારદ, તમે બધા તો મારી પાસે છો,પણ દૂર સુદૂર મારો સાચો ભક્ત જયારે મને પોકારે ત્યારે હું તેની પાસે દોડી જાઉં છું.’ નારદજી બોલ્યા, ‘પ્રભુ નીચે પૃથ્વીલોકમાં તો બધા માનવ તમારા ભક્ત છે અને ક્યારેક ને કયારેક તો તમને પોકારે જ છે, તો પછી તમે કોની પાસે જાવ? ક્યાં ભક્તો તમને પ્રિય છે?’
ભગવાન બોલ્યા, ‘નારદ, તમે મને તમારી વાતોમાં ફસાવો નહિ.મને મારાં બધાં ભક્તો જ તમારા બધા જેટલા પ્રિય જ છે, પણ જેની આંખોમાં સાચો નિર્મળ પ્રેમ છલકાતો હોય તે પ્રેમરસમાં નહાવા હું દોડી જાઉં છું.કોઈ સાચી શ્રદ્ધાથી બધું જ મને સમર્પિત કરવા મારે ચરણે આવે તેને વ્હાલથી ભેટવા સામે જાઉં છું.કોઈ અન્યને મદદરૂપ થવા મહેનત કરતું હોય,પછી તે કોઇ પણ સેવાનું કામ હોય તેનો સાથ આપવા હું તે કામમાં જોડાઈ જાઉં છું.કોઈ સતત સત્કાર્ય કરે અને સદ્માર્ગે ચાલે તેની સાથે હું ચાલવા લાગું છું.સદા સત્ય બોલનારની સાથે જ રહું છું.એટલે નારદ જે ભક્તની આંખોમાં ભરપૂર સાચો પ્રેમ હોય ,મસ્તક અડગ શ્રધ્ધાથી નમેલું હોય.હાથ સદા જનસેવા કરતા હોય અને પગ સદમાર્ગે ચાલતા હોય અને જીભ સદા સત્ય બોલતી હોય, તે ભક્ત મારા દિલમાં સ્થાન મેળવે છે અને હું હંમેશા તેની સાથે રહું છું.’પ્રેમ, સ્નેહ, શ્રધ્ધા, આસ્થા, સદભાવના, સત્ય અને સેવાને જીવનમાં ઉતારી પ્રભુના પ્રિય ભક્ત બનીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.