Gujarat

આપણા દ્વારે આવેલા નાગરિકની સમસ્યા જાણી નિરાકરણ લાવીએ એ જ આપણો નફો: સી.આર.પાટીલ

ગ્રામજનો માટે, સમાજ માટે, કોઈપણ જાતની અપેક્ષા વગર કાર્ય કરવાની ઇચ્છા સાથે આપ સૌ સરપંચો સતત જનસેવા અને ગ્રામવિકાસનું જે કાર્ય કરો છો તે માટે આપ સૌને અભિનંદન પાઠવું છું. આપણા દ્વારે આવેલા નાગરિકની સમસ્યા જાણી અને સમજી તેનું નિરાકરણ લાવીએ એ જ આપણો સૌથી મોટો નફો છે, તેવું ‘સરપંચ સંવાદ’ની શૃંખલા અંતર્ગત કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ, જૂનાગઢ અને તુલસી પાર્ટી પ્લોટ, અમરેલી ખાતે જિલ્લાના સરપંચો સાથે સંવાદના કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું.

પાટીલે સૌ સરપંચોને ગ્રામજનો માટે કરવામાં આવતાં વિવિધ કાર્યોના ડિજિટલ ડેટા સંગ્રહનું મહત્ત્વ સમજાવી તમામ કામોના રેકોર્ડ રાખવા અંગે એક સુનિયોજિત સિસ્ટમ સાથે કાર્ય કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ લોકોને સરળતાથી મળી રહે અને મહત્તમ લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ મળે એ માટે ઉપસ્થિત સૌ સરપંચોને ‘વોટ્સએપ હેલ્પડેસ્ક’ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૦૨૬૧-૨૩૦૦૦૦૦ નંબર પોતાના મોબાઈલમાં સેવ કરીને વોટ્સએપમાં ‘hi’ મેસેજ કરવાથી મેસેજ આવશે. જેનો રીપ્લાય ‘0’(ઝીરો) લખીને મોકલવાથી યોજનાઓનું લિસ્ટ નંબર સાથે આવશે. જે યોજના વિશે માહિતી જોઈતી હોય તે યોજનાનો નંબર લખીને મોકલવાથી જે તે યોજનાની સંપૂર્ણ માહિતી મેસેજ મારફત આવી જશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top