Charchapatra

ભૌગોલિક એક્તા

ધારો કે પાંચસો પાંસડ રજવાડાનું ભારતમાં વિણીનીકરણ નહીં થયું હોત તો નાનકડા અનેશ દેશોના સમૂહ રૂપ એક અલગ જ વિશ્વ સ્થાપિત થયું હોત. સકદાર પટેલે તે બધાનુ઼ આશ્ચર્ય જન્માવે તેવુ એકીકરણ કરી બતાવ્યુ હતુ. જો પ્રથમ વડાપ્રધાને કાશ્મીર અંગે પણ તેમને જ સત્તા આપી હોત તો પીઓકે એટલે કે પાકિસ્તાની કબજાવાળાો કાશ્મીરનો ભાગ પણ ભારતમા જોડાઇ ગયો હોત. પણ નહેરુજીની વૈશ્વિક શ્રધ્ધા અને અતિ ઉદારતા ઇતિહાસ બની ગઇ.

તેજ રીતે નેપાળના રાજા મહેન્દ્રે નેપાળને ભારતમા જોડી દેવાની ઇચ્છા દર્શાવેલી તેની પણ નહેરીએ અવિચ્છા દર્શાવેલી તેનાથી વિપરીત ઇન્દિરાજીએ સિક્કીમનો પ્રસ્તાવ સ્વીકારી તેને ભારતનું એક રાજ્ય બનાવ્યુ. ત્યારે તેનો વિરોધ શ્રી મોરારજીભાઇ જેવા રાજપુરુષોએ કર્યો હતો. જોકે નેહુરજીએ દીવ, દમણ અને ગોવા સામે આક્રમક થઇને પોર્ટુગીઝ શાસન દુર કર્યુ હતું.

જો આઝાદીપૂર્વે બે રાષ્ટ્રોની વિભાજનવાદી અને અંગ્રેજોની કુટિલતાવાળી રાજહઠની નફરતી વિચારધારા ત્યજી દીધી હોત તો ભારત દેશની ભૌગોલિક એકતા ગૌરવવંતી બની શકી હોત. તિબેટ અંગે પણ ચીનનો દાવો સ્વીકારી લેવામા તત્કાલીન વડાપ્રધાનશ્રીની રાજકીય ભૂલ સાકાર થઇ. ઇન્દિરાજીએ પૂર્વ પાકિસ્તાનને ભૂતપૂર્વ પાકિસ્તાની પ્રદેશ બનાવતા બાંગ્લાદેશના ઐતિહાસિક સર્જનમાં અભૂતપૂર્વ સાહસ કર્યું.

જો ત્યારે રશિયાએ ઇન્દિાજીની પી.ઓકે સંદર્ભમા લશ્કરી કાર્યવાહીમા સાથ આપ્યો હોત તો તે સમસ્યાને પણ ત્યારે જ દૂર કરી દેવાઇ હોત. એજ લોખંડી મહિલા વડાપ્રધાને ખાલિસ્તાનવાદી આતંકીઓની ભારત વિરુધ્ધની યોજના સામે કડક લશ્કી પગલા ન ભર્યા હોત તો પંજાબ ગુમાવવુ પડ્યુ હોત. આના પરિણામે આતંકીઓ દ્વારા તેમની હત્યા થઇ અને તેઓ વીરાંગના સ્વરૂપે શહીદ થયા. દેશની ભૌગલિક એકતા જળવાઇ રહી. અત્યારે અરુણાચલ અને સરહદી વિસ્તારોની એકતા જોખમાઇ રહી છે. અલગ દ્રવિસ્તાન કે અન્ય લાગણીઓ શમી ગઇ છે. ભારતની લોકશાહીને બળવાન બનાવવા અમેરિકી શાસન વ્યવસ્થા પર ગંભીરતાથી વિચારવા જેવુ છે. દેશના રાજ્યોને વધુસ્વાયત બનાવવા અને સર્વોચ્ચ રાજસતતા તરીકે પ્રમુખશાહી સરકાર જેવી શાસન વ્યવસ્થા આણવી. ધર્મ, ભાષા અને સાંસ્કૃતિક વિભિન્નતાઓ ભૌગોલિક એકતાની આડે કદી આવે નહી. તે અંગે દેશપ્રેમીજનોએ ખાસ વિચારવું રહ્યું.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી – આલેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top