ભરૂચ: ભરૂચ જીલ્લા પોલીસે આગામી દિવસમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશિયલ મીડીયામાં વૈમન્સ્ય ફેલાય એવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- કુરબાનીની પોસ્ટનો છેડાયેલો વિવાદ, સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય એવી પોસ્ટ શેરમાં ગાયનો ઉલ્લેખ કરાતા આમોદના મૌલવીની ધરપકડ
- ઈદની કુરબાની માટે સોશ્યલ મીડિયા પોસ્ટ કરાઈ હતી, ધાર્મિક લાગણી દુભાયેલ હોવાથી ગુનો દાખલ કરાયો
આગામી દિવસોમાં બકરી ઇદ તથા રથયાત્રાના તહેવારોને ધ્યાનમાં રાખી,જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઇ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે ઉદ્દેશથી જિલ્લામાં સંવેદનશિલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા તથા વિવિધ સ્થળો એ ફલેગ માર્ચનું આયોજન કરાઈ રહ્યું છે. સાયબર સેલ દ્વારા સોશિયલ મિડિયામાં વોચ રાખવી અને કંઇ ગુનાહીત જણાઇ આવતાની સાથે જ જિલ્લા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરી ઇદના તહેવાર અનુસંધાને પશુઓની કુરબાની અંગેની સોશિયલ મિડિયામાં કુરબાનીનો તરીકાની એક પોસ્ટ થઈ હતી જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરાયો હતો.
જેથી હિન્દુ તેમજ અન્ય સમાજ ની ધાર્મિક લાગણીઓ દુભાઈ તેવા કૃત્ય આમોદના દારૂલ ઉલૂમ બરકાતે ખ્વાજાના નેજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડ (ઉ.વ.૫૪) રહે-મકાન નં-૪,પટેલ ફળિયું, પંચાયત પાસે ભોલાવ,જી-ભરૂચએ કરી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. જેથી આ મામલે આમોદના પીએસઆઈ આર.એ.અસ્વારે સુલેહ શાંતિનો ભંગ થઇ શકે તેવુ જણાતા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડને તાત્કાલિક ઝડપી પાડી પાડ્યા હતા.
આ અંગે તેમની પુછપરછ દરમિયાન પોતે પોતાના વોટ્સએપ એકાઉન્ટ મારફતે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાઇ તેવી પોસ્ટ ઘણા ગૃપમાં પોસ્ટ શેર કર્યા અંગેની કબુલાત કરતા તેમના વિરૂધ્ધ તાત્કાલિક પ્રથમ સુલેહ ભંગ અટકાવવા તેના અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ તેમની પોસ્ટથી હિન્દુ તથા અન્ય ધર્મસમાજની ધાર્મિક લાગણી દુભાયેલી હોવાથી આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની વધુ તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, મૌલવી અગાઉ ધર્માંતરણ અને એટ્રોસિટી એક્ટના કેસમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. તેમની વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવતા કેસ ચાલુ છે