National

જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકવાદી હુમલાઓ બાદ અમિત શાહ એક્શનમાં, 16 જૂને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા અનેક આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. અગાઉ પીએમ મોદીએ રાજ્યમાં સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો, હવે ગૃહમંત્રી અમિત શાહે પણ જમ્મુ-કાશ્મીરને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

માનવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રીની બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા સામે કેટલીક મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. રિયાસીમાં તીર્થયાત્રીઓની બસ પરના હુમલા સહિત અનેક આતંકવાદી હુમલાઓની ચર્ચા કરી હતી.

શાહે 16 જૂને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, સેના અને CRPFના ટોચના અધિકારીઓ અને અન્યો હાજર રહેશે. મળતી માહિતી અનુસાર ગૃહમંત્રીને જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ અને આતંકવાદી ઘટનાઓ બાદ ઉઠાવવામાં આવેલા પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. છેલ્લા ચાર દિવસમાં આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં ચાર સ્થળોએ હુમલા કર્યા છે.

હુમલામાં નવ તીર્થયાત્રીઓ અને એક CRPF જવાન માર્યા ગયા હતા અને સાત સુરક્ષાકર્મીઓ અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા. કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. તેમજ તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

Most Popular

To Top