ચેન્નાઇ (Chennai): મદ્રાસ હાઇકોર્ટે (Madras High Court) તમિળનાડુમાં (Tamil Nadu) 11 જાન્યુઆરી સુધી થિયેટરોને (Theater/Multiplex/Cinema) 50 ટકા ઑડિયન્સ સાથે સંચાલન કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં કોર્ટે રાજ્ય સરકારને 11 જાન્યુઆરી સુધીમાં થિયેટર વ્યવસાય અંગે જવાબ આપવા જણાવ્યું છે. જો સરકાર જવાબ નહીં આપે તો કોર્ટ રાજ્ય સરકારને 50 ટકા ઑડિયન્સ સાથે થિયેટર ચલાવવાના આદેશ બહાર પાડવાની ફરજ પાડી શકે છે. થોડા દિવસો પહેલા સરકારે એક આદેશ જારી કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે તમિળનાડુમાં થિયેટરો હાઉસફૂલ (Housefull) કરી શકે છે.
થિયેટરોને સંપૂર્ણ વ્યવસાય સાથે સંચાલિત કરવાની મંજૂરી આપવાના તાજેતરના સરકારે આપેલા ઓર્ડરને સામાન્ય લોકો તરફથી ખૂબ જ વખોડવામાં આવ્યો છે. દેશમાં કોરોનાના કારણે લગભગ એક વર્ષથી ઘણી બધી પ્રવૃત્તિઓ બંધ છે. અર્થતંત્ર ધીરે ધીરે પાટા પર આવ્યુ છે. જો કે કોરોનાના નવા પ્રકાર જોવા મળતા લોકોમાં ખળભળાટ મચી ગયો છે. શેર બજારમાં પણ કોરોનાની રસીની સફળતા અને કોરોનાના નવા પ્રકારને આધારે વધ-ઘટ થઇ રહી છે.
કોરોનાના સમયમાં જે ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે નુકસાન થયુ હોય એ છે થિયેટર બિઝનેસ (Theater Industry/Cinemas/ Multiplex). ઘણા મહિનાઓથી કોરોનાના ડરને લીધે થિયેટરો ખૂલવાની મંજૂરી મળી ન હોતી. જો કે પાછલા કેટલાક મહિનાઓથી થિયેટરો ખૂલી ગયા હોવા છતાં 50% ની મર્યાદા હોવાની સાથે એવા ઘણા બધા પાસાઓ હતા કે જેને કારણે લોકો થિયેટરમાં જતા નહોતા.
એવામાં તમિળના સુપર સ્ટાર વિજયની (Vijay) ફિલ્મ “માસ્ટર” 13 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તેણે તમિલનાડુ CMને વિનંતી કરી હતી કે તેઓ થિયેટરોને 100 % ક્ષમતા સાથે ચલાવવાની મંજૂરી આપે. જો કે તમિળનાડુ સરકારે આ વિનંતી સ્વીકારીને રાજ્યના સિનેમા ઘરો માટે નવા નિયમો બહાર પાડ્યા હતા. 4 જાન્યુઆરીએ થિયેટરો/ સિનેમા ગૃહોને 100% ક્ષમતા એટલે કે સિનેમાઘરો / થિયેટરો / મલ્ટિપ્લેક્સની બેસવાની ક્ષમતા હાલના 50 ટકાથી વધારીને 100 ટકા કરવાની મંજૂરી આપી હતી.
તમિલનાડુ રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણય પછી પ. બંગાળમાં (West Bengal) પણ એક થિયેટર એસોશિયશને ત્યાં આવી માંગણઈ કરી હતી. જો કે કેન્દ્ર સરકારે પણ તમિલનાડુ તરફ આઁખઓ લાલ કરી હતી. કારણ કોરોના વાયરસનું જોર ઓછું થયુ છે. કોરોનાથી આપણને સંપૂર્ણપમે છૂટકારો મળ્યો નથી.