ડેડીયાપાડા,ભરૂચ: ડેડીયાપાડાના ધારાસભ્યની ઓફીસની શટર પર રાત્રે પારસી ટેકરાનો નશામાં ધુત એક શખ્સે પેશાબ કરીને ઉદ્વેગમાં MLA સહીત ત્રણ જણા સામે બીભત્સ અપશબ્દો બોલતો હતો. જેને લઈને અપશબ્દો સાંભળનાર ખેડૂતે ડેડીયાપાડા પોલીસમાં જાણ કરતા નશેબાજ શખ્સને ધરપકડ કરીને કસ્ટડીના હવાલે કરી દીધો હતો. આ ઘટનાને લઈને ખુદ ધારાસભ્ય ચૈતર વસાવા પણ પોલીસ મથકે પહોચી ગયા હતા.
- બીભત્સ ગાળો બોલનારા પારસી ટેકરાનો નશેબાજ શખ્સને પોલીસે પકડી કસ્ટડીમાં ધકેલી દીધો
- સમજાવટ છતાં દારૂના નશામાં ઈસમ લોકઅપમાં પણ તમાશો કર્યો
- આ ઘટના બાદ ખુદ MLA ચૈતર વસાવા પોલીસ મથકે આવી પહોચ્યા હતા
ડેડીયાપાડા થાણા ફળિયામાં રહેતા 41 વર્ષીય ખેડૂત જગદીશભાઈ મંછીભાઈ વસાવાએ પોલીસ સમક્ષ એવી ફરિયાદ લખવી હતી. તેઓ રાત્રે સાડા નવેક વાગ્યે પોતાની નાનકડી દીકરી લઈને ડેડીયાપાડા બજારમાં ફરવા નીકળ્યા હતા. એ વખતે લીમડા ચોકમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ઓફીસ પાસે આવતા પારસી ટેકરા ફરીયામાંથી આવતા સાહેલભાઈ બાલાસાહેબ રાઠોડ હાજર હોવાથી મને ઉભા રાખીને જણાવ્યું હતું કે આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ઓફીસની આગળ પારસી ટેકરાનો પ્રદીપ અમરસિંગ વસાવા દારૂના નશામાં છે.
ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ લઈને ગમે તેમ માં-બેન સમાણી બિભત્સ ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. ધારાસભ્યની ઓફીસ આગળ શટર ઉપર પેશાબ કરે છે. જેથી તમે તેને સમજાવો એમ કહ્યું હતું. જેને લઈને હું પ્રદીપ અમરસિંગ વસાવાને સમજાવવા જતા ગાળો બોલવાની ના પાડી હતી.
એ વખતે પ્રદીપ વસાવાએ મને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને ડેડીયાપાડા પોલીસને જાણ કરતા તાત્કાલિક સરકારી ગાડી લઈને પોલીસ આવીને નશામાં ધુત પ્રદીપ વસાવાને બેસાડીને લઈ જઈ કસ્ટડીમાં ધકેલી દીધો હતો. જે બાબતે ડેડીયાપાડા પોલીસમાં ફરિયાદ આપતા પ્રદીપ વસાવા સામે અપમાન જનક શબ્દો અને જાનથી મારી નાંખવાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય એ છે કે નશાબાજ શખ્સ કસ્ટડીમાં ધકેલાયા બાદ પણ અપમાનજનક અને ચિચિયારી પાડતો હતો.