Business

પ્રજાને તરછોડવી ચાલે એમ નથી

લોકસભાની ચૂંટણીનાં પરિણામો એવાં આવ્યાં છે કે જીતનાર બહુ ખુશ નથી અને હારનાર બહુ દુઃખી નથી. બધા જ પક્ષોએ સમજવું જોઈએ કે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની વધતી આત્મહત્યા યુવાનોમાં નારાજગી પેપરલીક ઇલેક્ટ્રોલ બોન્ડ મુસ્લિમો પ્રત્યે સતત ધિક્કાર નફરતની ભાવના વિગેરે જેવા વાસ્તવિક અને જમીની મુદ્દાઓ નજરઅંદાજ કરવા જેવા નથી. ચૂંટણીના મહિનાઓ પહેલાં ભાજપતરફી વાતાવરણ બની ગયું હતું. ચારે તરફ મોદીની બોલબાલા હતી. મોદી 325 થી 350 બેઠકો ખેંચી લાવશે એમ મનાતું હતું. મતદારોને કોઈ ગણકારતું નહોતું. પણ ભારતનાં મતદારોએ પોતાની સૂઝબુઝ અને પરિપક્વતાના દર્શન કરાવ્યાં. 

બધા જ પક્ષોને ધરતી પર લાવી દીધા.મોદીએ 10 વર્ષમાં કામો કર્યાં છે. રામ મંદિર 370 મી કલમ 80 કરોડ પ્રજાને દર મહિને મફત અનાજ વિકાસની હારમાળા સહિત ઘણાં કામો કર્યાં છે પણ  છેલ્લે વધુ પડતો આત્મવિશ્વાસ નડી ગયો. જે સોશિયલ મિડિયાએ ગયા વખતે ભાજપને જીત અપાવી હતી એ જ સોશિયલ મિડિયા પર છેક છેલ્લે છેલ્લે મોદીવિરોધી પોસ્ટે  બાજી પલટાવી દીધી. બધી જ જંગી રેલીઓ લાખોના ખર્ચવાલા ભવ્ય રોડ શો, બુથ લેવલ સુધી માઈકોમેનેજમેન્ટ ચૂંટણી પંચ ઈ.ડી.સી.બી.આઈ પોલીસ તંત્ર સરકારી અધિકારીઓ કર્મચારીઓ છતાં સત્તા હાથવેંત દૂર રહી ગઈ. પ્રજાને તરછોડવી મનમાની કરવી હવે ચાલે એમ નથી.
સુરત     – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એક્ઝિટ પોલ એક્ઝિટ થઈ ગયા
લોકસભાનાં પરિણામોએ સાબિત કરી આપ્યું કે પ્રજા જ લોકતંત્રનો રાજા છે.દેશમાં વિપક્ષ દ્વારા વારંવાર મિડિયા માટે ગોદી મિડિયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતો હતો તે વાત આ પરિણામોથી સાબિત થાય છે.દેશની વાસ્તવિક સ્થિતિ જેવી રંગીન અને ફુલ ગુલાબી ચિતરવામાં આવે એવી નથી જ તે પણ આ પરિણામ જાહેર કરી આપે છે.જ્યારે ચાપલૂસી અને ચમચાગીરી એની ચરમસીમા પર પહોંચે ત્યારે પોતાને જ નુકસાન થાય તે પણ આ પરિણામ બતાવી આપે છે.

તમામ ન્યુઝ ચેનલો ૩૦૦/૪૦૦ સીટોની વાતો કરતા હતા એનો મતલબ એ કે આ ચેનલોનાં તમામ કામ કરનારાં લોકો ચમચાગીરી સિવાય બીજું કંઈ જ કરતા નથી.ફકત સરકારના ઇશારે કામ કરતી સરકારની કઠપૂતળી છે.શું શીખ્યા હશે આ પત્રકરિતામાં? શું કાર્યનિષ્ઠા હશે આમની? કયું કામ કરવાના પગાર મેળવતા હશે? આમને કંઈ સ્વમાન કે આત્મસન્માન જેવું હશે કે કેમ? પ્રજાને ગેરમાર્ગે દોરવા બદલ એમને દંડ થવો જોઈએ.પ્રજાએ આજ પછી આવા ન્યુઝ ચેનલ દ્વારા કરવામાં આવતા કોઈ પણ કાર્યક્રમ ન જોવા કે ન તેમાં જવું.જ્યાં સુધી મિડિયા ઈમાનદારીથી પોતાની જવાબદારી ન નિભાવે ત્યાં સુધી બહિષ્કાર કરવો જોઈએ. પ્રજા જ રાજા છે એ વાત સૌએ યાદ રાખવી જોઈએ.
સુરત     – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top