મૂળ ગુજરાતી પાસે રૂા. 1000 (એક હજાર) હોય તો રૂા. 900 (રૂા. નવસો) નો ખર્ચ કરશે. રૂા. 100 (એકસો) બચતના સ્વરૂપમાં રાખશે. ગુજરાતી બહેનો કોઈ પણ હિસાબે પહેલાંથી બચત કરવાની ટેવવાળાં હોય છે. આજે રોકાણના બહુ વિકલ્પ છે. તેમાં વળતર જેમ ઓછું તેમાં જોખમ ઓછું હોય છે. આજે સમય એવો છે કે કોઈ પણ કુટુંબ હોય, તેને બચત કરવી અનિવાર્ય છે.તમારી બચત આવનાર જોખમ સામે રક્ષણ પૂરું પાડે છે. કપરા સંજોગોમાં તમારી બચત તમારી જિંદગીની પડખે ઊભી રહે છે.
સુરત – મહેશ આઈ. ડોકટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બેફામ બજારુ મનોરંજન માણતાં રહીશું તો ધંધા-વેપાર કયારે કરીશું?
હજુ આઇ.પી.એલ. પૂરી થઇ ત્યાં ટી-20 વર્લ્ડ કપ શરૂ થયો. આટલું બધું ક્રિકેટ ન હોવું જોઇએ. હકીકતે તો આટલું બધું મનોરંજન જ ન હોવું જોઇએ કે જે ટી.વી.સ્ક્રિન, મોબાઇલ સ્ક્રિનને બિઝી રાખે. આ મનોરંજન કરાવનારા તો મોટો ધંધો ઇચ્છે છે અને એટલે પ્રચાર પણ ખૂબ કરે છે. તમે અમારી વેબ સિરીઝ જુઓ, ટી.વી. સિરીયલ જુઓ, રિયાલિટી શો જુઓ, થિયેટરમાં જઇ ફિલ્મ જુઓ અને ક્રિકેટ મેચ જોયે રાખો.
આજે કમાણી કરવા વધારે કલાકોની જરૂર પડે છે અને ધંધા વેપાર નોકરીમાં ભારે અનિશ્ચિતતા છે ત્યારે મનોરંજન ઉદ્યોગને સરકારે નિયંત્રણમાં રાખવો જોઇએ, જેથી માણસ કામમાં ધ્યાન આપે. ક્રિકેટ તો હવે રમતના કૌશલના બદલે ઉદ્યોગના માધ્યમમાં ફેરવાઇ ગઇ છે. બાકી તેમાં અમેરિકા જેવો દેશ હોઈ જ ન શકે, જે ક્રિકેટ રમતો દેશ નથી. અગાઉનાં વર્ષોમાં ખાડીના દેશોમાં ક્રિકેટનાં જે આયોજન થયાં તે ફકત કમાણી માટે હતાં. આમાં ક્રિકેટનું ગૌરવ હણાય છે. લોકોને વિવિધ પ્રકારના મનોરંજનને હવાલે કરી દેવાં યોગ્ય નથી.
નવસારી – સચીન ગોહિલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.