National

SCએ કેન્દ્રને તબલીગી જમાતનો કિસ્સો યાદ દેવડાવતા પુછ્યું, ‘શું ખેડૂતો કોરોના ગાઇડલાઇનનું પાલન કરી રહ્યા છે?’

નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (Supreme Court-SC) ગુરુવારે ખેડૂત આંદોલનમાં (Farmers’ Protest) કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે ખેડૂત આંદોલનમાં કોરોનાના નિયમોનું પાલન થઈ શકે કે કેમ. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ (CJI S.A.Bobde) કહ્યું કે અમને ખબર નથી કે ખેડૂત કોરોનાથી સુરક્ષિત છે કે નહીં. જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તબલીગી જમાત (Tablighi Jamaat) જેવી સમસ્યાઓ આવી શકે છે.

સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે જેની સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્રને ઇશારો કર્યો છે કે સરકારે તે વખતે આપેલી મંજૂરી પછી ઘણઈ મુશ્કેલી સર્જાઇ હતી, જેનું પુનરાવર્તન ખેડૂત આંદોલન દરમિયાન ન થાય. આ અરજીની સુનાવણી કરતાં, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તમે અમને જણાવો કે શું થઈ રહ્યું છે. અમને ખબર નથી કે કોવિડથી ખેડૂતો સુરક્ષિત છે કે નહીં, તે જ સમસ્યા ખેડૂતોના વિરોધમાં ઉભી થઈ શકે છે. કોર્ટના સવાલ પર સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે પરિસ્થિતિ વિશે જાણવાનો પ્રયત્ન કરીશું.

તે જ સમયે અરજદાર પરિહારના સલાહકાર પરિહરે કહ્યું કે તબલીગી જમાતના સૂત્રધાર મૌલાના સાદ ક્યાં છે એ હજી કોઇ જાણતું નથી. તેના ઠેકાણા અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ તરફ સીજેઆઈએ કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કોરોના ફેલાય નહીં અને કોરોનાથી બચવા જાહેર કરાયેલ કરાઈ ગાઇડલાઇન્સનું (corona guidelines) પાલન થાય.

સુનાવણી દરમિયાન સીજેઆઈએ કેન્દ્રને પૂછ્યું કે વિરોધ કરી રહેલા ખેડુતો કોવિડનો ફેલાવો રોકવા માટે સાવચેતીનાં પગલાં લઈ રહ્યા છે કે કેમ? તમે મરકજની ઘટનાથી શું શીખ્યા છો? કોરોનાથી સુરક્ષાની ખાતરી કરવા માટે કયા પગલા લેવામાં આવ્યા છે? કોર્ટે કેન્દ્રને આ પ્રશ્નોના જવાબ બે અઠવાડિયામાં આપવા જણાવ્યું છે.

જણાવી દઇએ કે ખેડૂત આંદોલનનો આજે 43મો દિવસ છે. આજે ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ શરૂ કરી છે. આજે દિલ્હીની આસપાસ ખેડુતો ટ્રેક્ટર કૂચ (TRACTOR MARCH) કરી રહ્યા છે. તેમનો દાવો છે કે આ માર્ચમાં 60 હજાર ટ્રેકટર સામેલ છે. આ પદયાત્રા સિંઘુ બોર્ડરથી ટીકરી, ટિકરીથી શાહજહાંપુર, ગાજીપુરથી પલવાલ અને પલવાલથી ગાજીપુર સુધી લઈ જવામાં આવી રહ્યા છે.

ખેડુતોનું કહેવું છે કે જો સરકારે માંગ નહીં સ્વીકારી તો 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ કરાશે. આજનો માર્ચએ તે દિવસનું ટ્રેલર છે. હરિયાણામાં ખેડૂત સંગઠનોએ 26 જાન્યુઆરીએ દરેક ગામની 10 મહિલાઓને દિલ્હી બોલાવી છે.યુપીના ખેડૂતોએ કરેલી આ અપીલ છે. પ્રજાસત્તાક દિન પર મહિલા ટ્રેક્ટર કૂચનું નેતૃત્વ કરશે. હરિયાણાની લગભગ 250 મહિલાઓ ટ્રેક્ટર ડ્રાઇવિંગની તાલીમ લઈ રહી છે. ખેડુતો અને સરકાર વચ્ચે 4 જાન્યુઆરીની બેઠક અનિર્ણિત હતી અને આગામી તારીખ 8 જાન્યુઆરી નક્કી થઈ હતી. આગામી બેઠકમાં કૃષિ કાયદાને પાછો ખેંચવાની અને એમએસપી પર અલગ કાયદા બનાવવાની માંગ કરવામાં આવશે. આ 9 મી રાઉન્ડ બેઠક હશે. અગાઉ 7 મી રાઉન્ડની બેઠકમાં ખેડૂતોની માત્ર 2 માંગણીઓ પર સહમતી સર્જાઇ હતી, અન્ય તમામ બેઠકો અનિર્ણિત હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top