Business

ભારતનું રેલવે તંત્ર શા માટે ગંભીર અકસ્માતો અટકાવી શકતું નથી?

આજે પંજાબમાં બે માલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને બે માલ ગાડીમાંથી એકનું એન્જિન બાજુના ટ્રેક પરથી પસાર થઇ રહેલી કોલકત્તાથી જમ્મુ જઇ રહેલી જમ્મુ તાવી એક્સપ્રેસ પર પડ્યો હતો. સારી બાબત એ હતી કે બે લોકો પાયલટને માત્ર ઇજા પહોંચી હતી કોઇ જાન હાનિ નહીં થઇ તે સારી બાબત હતી. આમ તો ભારતમાં રેલની મુસાફરીને સૌથી સલામત માનવામાં આવે છે પરંતુ તેમ છતાં અહીં અકસ્માત સર્જાયા કરે છે. ભારતની મોટી ટ્રેન દુર્ઘટના પર એક નજર કરીએ તો 6 જૂન, 1981ના રોજ બિહાર ટ્રેન અકસ્માતમાં 500 થી 800 મુસાફરો મોત પામ્યા હતાં, સહરસા બિહાર પાસે એક પેસેન્જર ટ્રેન બાઘમતી નદીમાં પડી ગઈ હતી. કુલ મૃત્યુનો અંદાજ 500 થી 800 કે તેથી વધુ વચ્ચે છે. આ ભારતમાં અને વિશ્વમાં અત્યાર સુધીની સૌથી ભયાનક ટ્રેન દુર્ઘટનાઓમાંની એક છે. કેટલાક કહે છે કે આ દુર્ઘટના ચક્રવાતના કારણે થઈ છે, જ્યારે કેટલાક કહે છે કે અચાનક પૂરના કારણે થયું છે. જોરદાર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે ડ્રાઈવરે અચાનક બ્રિજ પર એક ભેંસને ટક્કર મારી અને અચાનક બ્રેક મારવાને કારણે ટ્રેન નદીમાં પડી ગઈ. તીવીજ રીતે  20 ઓગસ્ટ, 1995ના રોજ ફિરોઝાબાદ ટ્રેન અકસ્માતમાં દિલ્હી જતી પુરૂષોત્તમ એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ પાસે ઉભી રહેલી કાલિંદી એક્સપ્રેસ સાથે અથડાઈ હતી, જેમાં બંને ટ્રેનમાંથી 350 થી વધુ લોકોના મોત થયા હતા.મેન્યુઅલ ભૂલના કારણે આ ઘટના બની હતી. ગાય સાથે અથડાયા બાદ કાલિંદી એક્સપ્રેસે તેની બ્રેક જામ કરી અને પાટા પર ઉભી રહી. સાથે જ પુરૂષોત્તમ એક્સપ્રેસને પણ આ જ ટ્રેક પર દોડવાની મંજૂરી આપવામાં આવી હતી. પુરૂષોત્તમ એક્સપ્રેસે કાલિંદી એક્સપ્રેસને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ત્રીજી ટ્રેન દુર્ઘટનાની વાત કરીએ તો 1999ના વર્ષમાં 2 ઓગસ્ટના રોજ અવધ-આસામ એક્સપ્રેસ અને બ્રહ્મપુત્રા મેલની ટક્કર થઇ હતી. અવધ-આસામ એક્સપ્રેસ અને બ્રહ્મપુત્રા મેલ નોર્થ ફ્રન્ટિયર રેલ્વેના કટિહાર ડિવિઝનમાં ગેસલ ખાતે અથડાતાં 268 લોકો માર્યા ગયા હતા અને 359 ઘાયલ થયા હતા. 1998માં 26 નવેમ્બરના રોજ  ખન્ના ટ્રેન અકસ્માતમાં 212 લોકોનાં મૃત્યું થઇ ગયા હતાં. જમ્મુ તાવી-સિયાલદાહ એક્સપ્રેસ પંજાબના ખન્ના ખાતે અમૃતસર જતી ફ્રન્ટિયર ગોલ્ડન ટેમ્પલ મેઈલના પાટા પરથી ઉતરેલા ત્રણ કોચ સાથે અથડાઈ હતી. તૂટેલા ટ્રેકને કારણે ગોલ્ડન ટેમ્પલ મેલ પાટા પરથી ઉતરી ગયો હતો અને તે જ સમયે પાછળથી આવતી જમ્મુ તાવી-સિયાલદહ એક્સપ્રેસ પાટા પરથી ઉતરેલા છ કોચ સાથે અથડાઈ હતી. 28 મે, 2010ના રોજ જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં તેમાં 170 લોકો મૃત્યું પામ્યા હતાં. પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ખેમાશુલી અને સરદિહા વચ્ચે વિસ્ફોટ દ્વારા મુંબઈ જતી હાવડા કુર્લા લોકમાન્ય તિલક જ્ઞાનેશ્વરી સુપર ડીલક્સ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ ત્યારે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા 170 લોકો માર્યા ગયા. આ ઉપરાંત પંબન-ધનુસ્કોડી પેસેન્જર ટ્રેનના અકસ્માતમાં રામેશ્વરમ ચક્રવાતમાં પમ્બન-ધનુસ્કોડી પેસેન્જર ટ્રેનમાં સવાર તમામ 150 મુસાફરો માર્યા ગયા હતા. કેટલાક કહે છે કે તે ઑફ સિઝન હતી તેથી માત્ર 150 જ બોર્ડ પરમાં હતા, અન્યથા તે જીવલેણ બની શકી હોત.

9 સપ્ટેમ્બર, 2002ના રોજ હાવડા-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અકસ્માતમાં 140 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. 10:40 કલાકે હાવડા-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ગયા અને દેહરી-ઓન-સોન સ્ટેશનો વચ્ચેના રફીગંજ સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી, પરિણામે 140 થી વધુ લોકોના મોત થયા હતા. આ ટ્રેન અકસ્માત મેન્યુઅલ ફોલ્ટને કારણે થયો હતો કારણ કે તે જ ટ્રેક નબળો માનવામાં આવતો હતો અને તે બ્રિટિશ યુગનો હતો. ભારે વરસાદને કારણે ટ્રેકમાં તિરાડ પડી હતી, જે રાજધાની પાટા પરથી ઉતરવાનું કારણ હતું, જે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હતી. જાપાનની વાત કરીએ તો અહીં ટ્રેન અમુક સેકન્ડ મોડી પડે તો તેને પણ અકસ્માત જેવું જ ગણીને તેના ઉપર તપાસ કરવામાં આવે છે. જાપાનમાં ભારત કરતાં વધુ ઝડપે ટ્રેન દોડે છે તેમ છતાં ત્યાં અકસ્માત સર્જાતો નથી તો ભારતમાં રેલવેની આવી કથળી ગયેલી સિસ્ટમ સામે જવાબદાર કોણ?

Most Popular

To Top