Vadodara

વડોદરા: અકસ્માત સર્જાતા ઈકો ગાડીમાં પડેલો દારૂનો જથ્થો સગે વગે કરવાનો વિડીયો વાયરલ

વાઘોડિયાના વ્યારા પાટીયા પાસે ઈક્કો કારે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત..

વાઘોડિયા તાલુકાના વ્યારા પાટિયા પાસે દારૂ ભરી જતી ઈકોએ બાઈક ચાલકને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે ઇકો ગાડીમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો હોવાથી બાઇક સવાર ને બચાવવાની જગ્યાએ તેઓ દારૂ નહીં સકે વગર કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળ્યો હતો. જોકે આ પગલે વાઘોડિયા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસની કાર્યવાહી શરૂ કરી હતી.


કાગડીપુરાથી દીપકભાઈ મુકેશભાઈ વસાવા (ઉ.વ 20) પોતાની બાઈક લઈ વાઘોડિયા તરફ આવતા પુરપાટ ઝડપે આવતી ઈક્કો રોંગ સાઈડમા જઈ યુવકની બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.અકસ્માતમા યુવકને હાથે અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘાયલ યુવકને 108 મારફતે એક ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો.

પરીવારે વાઘોડિયા પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસે સત્યતા ચકાસવા ઈકો કાર ચાલકની તપાસ હાથ ઘરી છે.જોકે પરીવારે કરેલા આક્ષેપો અને વાયરલ વિડીયોની પુષ્ટી અમે નથી કરતા પરંતુ પોલીસ તપાસમાં ખરેખર ઈક્કોમા દારુની પેટીઓ હતી કે અન્ય કશુ? તે તપાસ બાદજ વાયરલ વિડીયોની સત્યતા બહાર આવશે.

Most Popular

To Top