National

12 જાન્યુઆરીથી આ એરલાઇન્સ 21 નવી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ શરૂ કરશે

નવી દિલ્હી (New Delhi): સ્પાઇસ જેટે (Spice Jet) બુધવારે જણાવ્યું હતું કે તે 12 જાન્યુઆરીથી 21 નવી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું (Domestic International Flights) સંચાલન કરશે. એરલાઇન્સ મુંબઇથી UAEના રાસ અલ-ખૈમાહ (Ras Al-Khaimah) વચ્ચે બે સાપ્તાહિક ફ્લાઇટ શરૂ કરશે, એટલું જ નહીં દિલ્હી-રાસ અલ-ખૈમાહ રૂટ પર ચાર સાપ્તાહિક ફ્લાઇટ્સ શરૂ કરશે. તે ઓડિશાના ઝારસુગુડાને મુંબઇ અને બેંગલુરુ સાથે જોડતી ફલાઇટ્સ પણ શરૂ કરશે. અને દિલ્હી-ઝારસુગુડા રૂટ પર મોટા બી 737 વિમાનોનું સંચાલન કરશે.

મહાનગરોના અને નોન મેટ્રો શહેરો વચ્ચે જોડાણ વધારવા માટેના પ્રયાસોમાં સ્પાઇસ એરલાઇન હૈદરાબાદથી વિશાખાપટ્ટનમ અને તિરૂપતિ-વિજયવાડા વચ્ચે ફલાઇટ્સ શરૂ કરશે. COVID-19 લોકડાઉનને કારણે બે મહિનાના બ્રેક પછી 25 મેથી ભારતમાં અનુસૂચિત ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ છે. હાલમાં ભારતીય કેરિયર્સને તેમની પૂર્વ-COVID ફ્લાઇટ્સના 80 ટકા સંચાલન કરવાની મંજૂરી છે.

દેશના ઉડ્ડયન નિયમનકાર DGCA મુજબ નવેમ્બરમાં કુલ 63.54 લાખ સ્થાનિક મુસાફરોએ હવાઇ મુસાફરી કરી હતી. ડીજીસીએ દ્વારા શેર કરાયેલા આંકડા મુજબ નવેમ્બરમાં ઈન્ડિગો એરલાઇન્સમાં 34.23 લાખ મુસાફરોએ ડોમેસ્ટિક ફલાઇટમાં મુસાફરી કરી હતી. આ જ સમય દરમિયાન સ્પાઇસજેટમાં 8.4 લાખ લોકોએ ડોમેસ્ટિક ફલાઇટમાં મુસાફરી કરી હતી. કોરોનાના કારણે ઘણા દેશોમાં મુસાફરી માટે હજી પ્રતિબંધ છે. કોરોના કાળ દરમિયાન એરલાઇન્સ અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને ઘણુ નુકસાન ગયુ છે. દરેક એરલાઇન્સે મોટી સંખ્યામાં સ્ટાફની છટણી કરવાની ફરજ પડી છે. આ સમય દરમિયાન ઘણા લોકો અટવાયા છે. જો કે ભારતમાં વંદે ભારત મિશન (Vande Bharat Mission) હેઠળ વિદેશમાં ફસાયેલા લાખો મુસાફરોને ભારત પાછા લવાયા છે. ઉપરાંત ભારતે 21 જેટલા દેશો સાથે કોરોનાના સમયમાં એર બબલ (Air Bubble) સંધિ કરી છે. જેના અંતર્ગત ભારત આ દેશો વચ્ચે ફલાઇટ્સનું સંચાલન કરી રહ્યુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top