રાજકોટ અગ્નિકાન્ડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી ને લઇ ફાયર વિભાગ તેમજ સ્થાનિક નગરપાલિકાઓ દ્વારા જુદા જુદા સ્પોટ ઉપર ફાયર સેફ્ટી ધ્યાનમાં રાખી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું હોય જેને પગલે ડભોઇ પંથકમાં પણ ફાયર વિભાગ અને નગરપાલિકા નાં સંયુક્ત ઉપક્રમે ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી તમેજ વિવિધ દુકાનો, કોમ્પલેક્ષ, હોટેલો માં ફાયર સેફ્ટી ચેકીંગ કરી જ્યાં ફાયર સેફ્ટી નથી તેમને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી અને તકેદારી નાં ભાગ રૂપ ડભોઇમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી 11 જેટલા મિલકત માલિકો ને આજના દિવસમાં નોટીસ આપવામાં આવી હતી.
રાજકોટ ખાતે ટી.આર.પી ગેમઝોન અગ્નીકાંટ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી ને લઇ તંત્ર સજાગ બન્યું છે અને ઠેર ઠેર ચેકીંગ કરવામાં આવી રહ્યું હોય ત્યારે ડભોઇ નગરપાલિકા, અને ફાયર વિભાગ દ્વારા ડભોઇ નગરના કોમર્શિયલ કોમ્પલેક્ષ, મુખ્ય બજારો ની દુકાનો, હોટેલ, સિનેમા, મોલ સહિત નાં વિસ્તારોમાં આજે ફાયર વિભાગ નાં અભિષેક સાવંત સહિત ડભોઇ નગરપાલિકા ફાયર ટીમના જવાનો દ્વારા ફાયર સેફ્ટી સાધનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડભોઇ ચીફ ઓફિસર ની સૂચના આધારે ડભોઇ નગરના 11 મિલકત માલિકોને ફાયર સેફ્ટી માટે નોટીસ આપવામાં આવી હતી સાથે ફાયર સેફ્ટી માટે માહિતી આપી હતી આગામી સમયમાં ડભોઇ માં મોટી ઘટના નાં બને તે માટે મિલકત માલિકો એ ફાયર સેફ્ટી ઇકવિપમેન્ટ્સ દુકાનો મોલ માં રાખવા સૂચના અપાઇ હતી.