Charchapatra

મેટ્રોને કારણે શેરીઓમાં વધેલા ટ્રાફિકનું ય નિયમન કરો

સુરત શહેરમાં હમણાં ટ્રાફિક નિયમનનાં સારું કામ થઈ રહ્યું છે અને લોકો પણ એ નિયમમાં રહેવા જેટલા સંયમી બની રહ્યા છે. આ એક બહુ સારી વાત છે. અલબત્ત, આ ટ્રાફિક નિયમન મુખ્ય રસ્તાઓ પૂરતાં જ છે અને સ્થિતિ એવી છે કે મેટ્રો ટ્રેનની કામગીરીને કારણે શહેરના અનેક રસ્તાઓ ગલી રસ્તામાં ફેરવાય ગયા અને મૂળ સુરત તો અનેક શેરીઓ વાળું છે. આ શેરીઓ મેટ્રો ટ્રેનના કારણે વાહનોની વ્યસ્ત થઈ ગઈ છે. આ બધી જગ્યાએ ટ્રાફિકના કોઈ નિયમ ચાલતા નથી. આવી શેરીઓમાં નિવાસીઓના વાહનો પણ પાર્ક થયેલા હોવાના. તેવામાં વાહનો ક્યાં જવાના ? મુખ્ય રસ્તાઓની સાથે જોડાતા નાના નાના રસ્તાઓ પણ સમસ્યા ઊભી કરે છે. એ રસ્તાના વાહનો સીધા મુખ્ય રસ્તા પર રોકવા જોઈએ. મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક નિયમન પૂરતું
સુરત     – રાજેશ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એ યુવતિએ ત્રણ યુવકોના મેરેજનો પ્રસ્તાવ નકાર્યો
ઘણી બાબતો એવી હોય છે કે મા-બાપને બદલે સંતાનો, અન્ય વડીલો , દાદા કે કાકા યા મામા સાથે શેર કરવાનું કેટલાંક કારણોસર વધુ પસંદ કરે છે.મારા મિત્રની દીકરી થોડી બોલ્ડ હતી.એક વાર વાત વાતમાં મેં એને પૂછી નાખ્યું કે તારી તો બે ત્રણ યુવકો સાથે વાત ચાલતી હતી.એમાં કોઈ સાથે મેળ પડયો કે નહિ? એ યુવતીને યુવક ઘેર જોવા આવે (ખરેખર તો મુલાકાત માટે આવે) એમ હોવું જોઈએ.એ પ્રથા સામે જ વાંધો હતો.એટલે જુદા જુદા સમયે હોટલમાં એણે યુવકોને બોલાવ્યા હતા.આ છોકરી એટલી સ્વરૂપવાન હતી કે ના ભણવાનો તો કોઈ યુવક માટે પ્રશ્ન જ નહોતો.મને કહે કે અંકલ, મારા એક પ્રશ્નને કારણે જ મુલાકાતનો છેવટે વીંટો વળી  જતો હતો.એ વળી કયો પ્રશ્ન હોઈ શકે?

એમ મનમાં વિચારું ત્યાં એણે જ કહ્યું કે મને અનેક વાત સાથે એ યુવકો બે વખત ભારપૂર્વક એક જ રેકોર્ડ વગાડતા, ‘લગ્ન પછી નોકરી છોડશો નહિ ને?’ મેં અંકલ, એવો જવાબ આપ્યો કે પ્રાઈવેટ કંપનીમાં ગમે એટલો સારો પગાર હોય, પણ જોબ સિકયુરીટી જરાય નથી હોતી ,એટલે જરૂર પડે તો પડખે  રહી શકાય અને અણધાર્યું કંઈ બને તોય આર્થિક રીતે વાંધો ન આવે.હું હાલ જોબ કરું છું, મેરેજ પછી ન પણ કરું .તમે પોતે સારી આવક ન ધરાવતા હો તો એ તમારો પ્રશ્ન છે.હું ફેમીલી લાઈફ જીવવામાં માનું છું. તમારે હાઉસવાઇફ જોઈએ છે કે સરવિંગ વુમન જોઈએ છે? બસ,આ એક મુદ્દાના પ્લેટફોર્મ પર આવીને જ મારી મેરેજની વાતચીતની ટ્રેન ટર્મીનેટ થઈ જાય છે.
સુરત     – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top