વડોદરા: શહેરના હરણી રોડ પર આવેલી પિતાની મિલકતમાં ભાઈએ બંને બહેનોને જાણ કર્યાં વગર સિટી સર્વેની કચેરીમાં ખોટુ પેઢીનામું તૈયાર કરાવીને પોતાના નામે મિલકત કરી નાખી હતી અને ભાઇએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા બહેને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલા નારાયણ ગાર્ડન ખાતે રહેતા રેખાબેન સાવંતે કારેલીબાગ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હરણી રોડ પર આવેલી જાગૃતિ સોસાયટીમાં મારા પિતાજીના નામે મકાન હતું. જેમાં વારસદાર તરીકે હું, મારી બહેન તથા મારો ભાઈ હતા. પિતાજીના મૃત્યુ બાદ મારા ભાઇ સુરેન્દ્રએ મકાનની પાવર ઓફ એટર્ની લખી આપવા માંગ કરતા શંકા ગઈ હતી.
બહેનોએ સિટી સર્વેની કચેરીમાં વર્ષ-૨૦૨૦ દરમિયાન તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સુરેન્દ્ર સાવંતે પેઢીનામું અને સોગંદનામુ કરાવી પિતાના વારસદારમાં ફક્ત પોતાનું નામ દર્શાવ્યું હતું અનેબહેનોના વારસદારો તરીકે બહેનોના નામ કમી કરાવીને સિટી સર્વેની કચેરીમાં રજૂ કરીને મિલકત પોતાના નામે કરી લીધી હતી. જેથી બહેને ભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રાહિત વ્યક્તિએ જમીન પર હક્ક બતાવી નવીન ફાયર સ્ટેશનનું કામ અટકાવ્યું
વડોદરા: શહેરના વાસણા ભાયલી રોડ પર નવું ફાયર સ્ટેશન બનાવવા અંગે ની કામગીરી તાજેતરમાં શરૂ કરવામાં આવતા કોઈ ત્રાહિત વ્યક્તિ એ વિરોધ કરી જમીનનો હક બતાવી કામગીરી અટકાવી દેતા વિવાદ સર્જાયો છે. આ અંગે ભાજપના કાર્યક્ર સચિન ઠક્કરે પ્રજાને મળતી ફાયર ની સુવિધા અટકાવનાર સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે.
શહેરના વાસણા ભાયલી રોડ પર નવા સમાવિષ્ટગામોને ધ્યાનમાં રાખી અગ્નિ શમન ની કામગીરી માટે રૂપિયા ૫.૯૭ કરોડના ખર્ચટીપી સ્કીમ નંબર ૨૬ ફાઇનલ પ્લોટ નંબર ૯૯ માં નવું ફાયર સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેનું ઈ. લોકાર્પણ કાર્યક્રમમાં ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ખ વિજયભાઈ રૂપાણીના હસ્તે તારીખ ૯ ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું.
આ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત થયા બાદ તાજેતરમાં કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી દરમિયાનમાં આ વિસ્તારના એકત્રાહિત વ્યક્તિએ જમીનમાં પોતાનો હક્ક હોવાનું જણાવી કામગીરી બંધ કરાવી દીધી હતી.
આ અંગે ભાજપના કાર્યકર સચિન ઠક્કરે કામગીરી રોક લગાવનાર વ્યક્તિનો વિરોધ કરી જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ જ્યારે કોર્પોરેશનમાં સમાવેશ થયેલા નવા વિસ્તારોની પ્રજાની સુવિધા માટે નવું ફાયર સ્ટેશન બનાવવાના કામનું ખાતમુહૂર્ત કર્યુ હતું તે સમયે કોર્પોરેશને તમામ બાબતની ચકાસણી કર્યા બાદ જ આ પ્લોટ નક્કી કર્યો હોય તેમ છતાં કોઈ વ્યક્તિ અંગત સ્વાર્થ માટે નવું ફાયર સ્ટેશન થતાં અટકાવે છે તે અયોગ્ય છે આ અંગે તેમણે અકોટાના ધારાસભ્યોને જાણ કરી છે.