ઉત્તર પ્રદેશ લવ જેહાદ(LOVE JIHAD) સંબંધિત વટહુકમના મુદ્દે બુધવારે સુપ્રીમ કોર્ટ(SUPREM COURT)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં આ વટહુકમ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. જોકે, સુપ્રીમ કોર્ટે લવ જેહાદને લગતા વટહુકમ અંગે ઉત્તર પ્રદેશની સાથે ઉત્તરાખંડ સરકારને નોટિસ ફટકારી છે.
સુપ્રીમ કોર્ટ હવે આ વટહુકમોની બંધારણીયતાની તપાસ કરશે, તેથી જ રાજ્ય સરકારોને નોટિસ પાઠવવામાં આવી છે અને તેમની તરફેણ માંગવામાં આવી છે.
બુધવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે આ કેસમાં હાઈકોર્ટ પહેલાથી સુનાવણી કરી રહી છે. જેના પર કોર્ટે હાઇકોર્ટમાં ન જતાં સીધા અહીં આવવાનું કારણ પૂછ્યું હતું.
કોર્ટે અરજદારને હાઈકોર્ટની જગ્યાએ સીધા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારે પોતાની અરજીમાં કહ્યું છે કે આ વટહુકમ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઇએ, આના બહાના હેઠળ જે લોકો આંતર-ધાર્મિક લગ્ન કરાવી રહ્યા છે, તેઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. લોકોને લગ્નોમાંથી ઉઠાવી લેવામાં આવી રહ્યા છે.
થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશ સરકારે ધર્મ પરિવર્તન સંબંધિત વટહુકમને મંજૂરી આપી હતી. આ અંતર્ગત બળજબરીથી ધર્મ પરિવર્તન કરીને લોભ દ્વારા અથવા લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરનારાઓને કડક સજા અને દંડની જોગવાઈ કરી છે.
ઉત્તર પ્રદેશ પછી, મધ્યપ્રદેશે આવા એક વટહુકમને અમલમાં મૂક્યો હતો અને પાંચ લાખ દંડની જોગવાઈ રાખી હતી તેમજ દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. અન્ય ઘણા ભાજપ શાસિત રાજ્યોમાં આવા કાયદા લાવવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જો કે,ઘણી વિપક્ષી પાર્ટીઓ, સમાજના જુદા જુદા વર્ગોએ આ અંગે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે.
સુનાવણી દરમિયાન અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટથી લવ જેહાદની જોગવાઈઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેની પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કરી દીધો.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં જ્યાં લવ જેહાદની વિરુદ્ધ કાયદો બનાવે એક મહિનો થઈ ગયો છે. બીજી તરફ થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણની કેબિનેટ લવ જેહાદને રોકવા માટે કડક કાયદો ધર્મ સ્વતંત્ર વિધેયકને રાજ્યમાં અધ્યાદેશ તરીકે લાગુ કરવાની મંજૂરી આપવાનું કામ કર્યું છે