આઝાદી વખતે આપણી વસ્તી 40 કરોડ હતી. આજે 140 કરોડ છે. હજુ આઝાદીના 76 વરસ પછી પણ આપને પાકી સડક પાકા મકાન પીવાનું શુદ્ધ પાણી બે ટંકનું ભોજન પૂરું પાડી શક્યા નથી એ એક કડવી સચ્ચાઈ છે. ગરીબ વર્ગનું તો કોઈ ભાવ પૂછતું નથી મધ્યમ વર્ગમા લગભગ 85 કરોડ આસપાસ થવા જાય છે. આટલી મોટી જનસંખ્યાને મહિને જીવન નિર્વાહ માટે 5 કિલો ઘઉં અને 5 કિલો ચાવલ પર્યાપ્ત છે. રાજકારણીઓ તો આવું જ માને છે અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ વધુને વધુ પહોળી થતી જાય છે.
દેશની મોટાભાગના સંસાધનો અને સંપત્તિ પર માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો કબજો ધરાવે છે. બાકીના લોકો સતત સંઘર્ષ કરતા રહે છે. વેપાર કામ ધંધામાં ધાર્યું પરિણામ મેળવી શકતા નથી. રસ્તા કે ચાર રસ્તા કે વ્યસ્ત ચોક પર ભીખ માંગવા ભીખારીઓ વચ્ચે લડાઈ ઝઘડા થાય છે ઓન બોલાય રહ્યા છે ચાર રસ્તા કે વ્યસ્ત ચોક કે ખુબ જ ભીડભાડ અને ગરદીવાલા રસ્તા પર કોણ ભીખ માંગવા ઉભું રહેશે એના ભાવો બોલાવવા માંડ્યા છે. બોલો આપને ક્યાંથી ક્યા આવી પહોંચ્યા છે? આ લોકોને રોકડા આપવાનું તાત્કાલિક બઁધ કરવાની જરૂર છે નહીતર આવા બનાવટી ઢોંગી લોકોની સંખ્યા વધતી જ જશે આ રોગ ધીમે ધીમેં નાસુર બની જાય એ પહેલા ઉગતો ડામવાની ખાસ જરૂર છે.
સુરત- અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ટો કરીને ગાડી લઈ જનારની દાદાગીરી
ટો કરવા વાળીને કોઈ નિયમ છે કે નહિ? કોઈ નિયમ લાગતો જ નથી. તેઓ કોઈ પણ જગ્યા પરથી ગાડી ઉંચકી લે? ગાડી છોડાવવા જાય તો રૂા. 650 ની રસીદ અને કહે છે રસીદ વગર રૂા. 500 તો આ કેવો ભ્રષ્ટાચાર? માટે એમના પર કોઈ સખત નિયમ તથા કાર્યવાહી લાગુ પાડવી જરૂરી છે. આ નિયમ રિક્ષાવાળાને કેમ નથી લાગતો? રીક્ષાવાળા ગમે ત્યાં ગમે તે જગ્યાએ ઊભા રહી શકે છે.
તો એના લીધે ટ્રાફિક સમસ્યા પણ ઊભી થાય છે. તો પણ કોઈ કાયદો કે નિયમ એમના માટે નથી. ગાડી છોડાવવા માટે સ્પે. રીક્ષા કરીને જવાનું અને રસીદના રૂા. 650 નહિ તો ભ્રષ્ટાચારીને રૂા. 500 પકડાવી ગાડી છોડાવવાની જે નિયમ વિના પાર્ક થઈ હોય તેવી ગાડી ઉંચકીને લઈ જાય એ સારું તો છે જ, પણ ગમે તે જગ્યાઓથી રૂા. 500 કમાવાના અર્થે લઈ જાય એ તદ્દન ખોટું છે.
સુરત – કલ્પના વૈદ્ય – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે