આખરે લગ્ન કરવાની ના પાડતા મહિલાએ યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી
પતિ સાથે છુટાછેડા લીધા બાદ 10 વર્ષના પુત્ર સાથે મહિલા એકલી રહેતી હતી.
વાડી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવકે એક સંતાનની માતા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી યુવકને યુવતીએ લગ્ન કરવાનું વચન આપીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે યુવકે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા અટલાદરા પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મેડિકલ સહિતના કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા બે સંતાનની પરીણીતાના પોતાના પતિ સાથે કોઇ વાંધો પડતા છુટાછેડા લઇ લીધા હતા. જેથી છેલ્લા ઘણા વર્ષો પોતાના 10 વર્ષના પુત્ર સાથે એકલી રહે છે. જ્યારે તેની પુત્રીને તેનો પતિ લઇ ગયો હતો. છુટાછેડા લીધા બાદ મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી વાડી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવક સાથે પ્રેમ સંબંધ બંધાઇ ગયો હતો. જેથી બંને વચ્ચે છેલ્લા છ મહિનાથી પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવક તેના ઘરે અવાર નવાર આવતો હતો અને લગ્ન કરવાની ખોટા વચનો આપીને મહિલા સાથે શરીર સંબંધ બાંધતો હતો. છેલ્લા છ મહિનાથી યુવક મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજારતો આવ્યો હતો. પરંતુ મહિલા યુવકને લગ્ન કરવાની વાતો કરતી હતી ત્યારેે કોઇને કોઇ બહાનું બતાવી વાત ટાળી નાખતો હતો. દરમિયાન યુવતીએ યુવકને લગ્ન કરવાનું કહેતા તેને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. જેથી યુવતીએ બળાત્કાર ગુજારનાર યુવક વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મેડિકલ કરાવવના તજવીજ હાથ ધરી છે.