આગજેવી હોનારત સામે સુરક્ષા કવચ રાખવાની દરકાર કોણે ?
અગ્નીકાંડની ઘટના બાદ પણ તંત્ર શીખ નથી લેતુ.
તાલુકા પંચાયત કચેરીમાં ફાયર NOC નથી, છતા સરકારી કચેરીઓ પર તવાઈ થતી નથી. કાયદો માત્ર સામાન્ય જનતા માટે હોય તેવુ જનતાને લાગી રહ્યું છે. વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો એટલું જ નહીં તાલુકા પંચાયત પાસે NOC પણ ઉપલબ્ધ નથી. સાથેજ ઈમરજન્સી સમયે આગ કાબુમા આવી શકે તેવા ફાયર રિફીલ પણ ઊપલબ્ઘ નથી.બે માળના બનેલા આ તાલુકા પંચાયત કચેરી ભવનમાં આશરે 20 ઉપરાંત વિવિધ શાખાઓ ની ઓફિસ આવેલી છે. અહિ માત્ર અવર જવર કરવા માટે એક માત્ર ગેટ પાર્કીંગમા આવેલો છે. અહીં તલાટી કમ મંત્રી સરપંચો તેમજ કામ અર્થે ગામે ગામથી અનેક લોકો અધિકારી પાસે કામ અર્થે આવતા હોય છે.ત્યારે મુલાકાતીઓ અને કર્મચારીની સુરક્ષા સામે સવાલ ઊભા થાય છે. રાજકોટમાં બનેલ અગ્નિક કાંડ બાદ પણ ચાર દિવસ વિતીજવા છતા તંત્ર શીખ લેતું નથી જેના કારણે દુર્ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થતું રહે છે.અને લોકોની જાનમાલનુ નકશાન થતુ રહે છે. તાલુકા પંચાયતમાં આવેલ શિક્ષણ શાખા , મહેકમ શાખા , મહેસુલ વિભાગ, બાંઘકામ શાખા, મનરેગા ,ખેતીવાડી શાખા, આકડા શાખા સહિત તા. પં. ચૂંટાયેલા પ્રતિનિધિઓના કાર્યાલયો સહિત મિટીંગ હોલ આવેલો છે. દરેક કચેરીઓમાં ખુબજ અગત્યની ફાઈલો તેમજ ડોક્યુમેન્ટ અને ડેટા સંગ્રહ કરેલો હોય છે. વર્ષ 2014 મા ગુજરાત રાજ્ય સરકાર ગ્રામ ગૃહ નિર્માણ અને વિકાસ વિભાગ દ્વારા 1 કરોડ 46 લાખના ખર્ચે માન. મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ત્યારથી આજ દિન સુધી ફાયર NOC મેળવેલ નથી. સાથે જ તાત્કાલિક ફાયર થાય તો કામમાં આવે તેવા ફાયર કેન પણ ઉપલબ્ધ નથી.કચેરીમા ખુણે ખુણે ફાઈલોના ઢગલા જોવા મડે છે. સરકારના આદેશ પ્રમાણે ફાયર સેફટી ના હોય તેવા બિલ્ડીંગોને નોટિસ કે સીલ મારવાની કામગીરી કરવાની હોય છે. ત્યારે સરકારી કચેરીઓમાજ કેમ દિવા તડે અંઘારુ હોય છે. આમ જનતાને જે નિયમો લાગુ પડે છે તે સરકારી કચેરીઓને કેમ લાગુ નથી પડતા ?
ફાયર સેફ્ટી NOC નો કાયદો માત્ર સામાન્ય જનતા માટે છે કે સરકારી અધિકારીઓ અને કચેરીઓ માટે પણ છે ? તેવો સવાલ સામાજિક કાર્યકર ચિરાગ ઇન્દ્રવદન શાહે ઉઠાવ્યો હતો.સાથેજ તાલુકા પંચાયત કચેરીની વર્ષોની નિંદ્રાભંગ થઈ, ભાજપ શાસિત તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ યોગેશ પટેલે તાત્કાલિક ફાયર સેફટીના સાધનો વસાવવા તાલુકા વિકાસ અધિકારીને દરખાસ્ત કરી હતી.લોકોની રોજબરોજ અવરજવર હોય તેવી જગ્યાએ સામાન્ય બેદરકારી દાખવવા બદલ ઘણું મોટું ગંભીર પરિણામ ભોગવવું પડે છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી આરીશ ઈબ્રાહીમ શેખને જવાબદારીનુ ભાન થતા જુના રિફીલોને રિફેલીંગ કરાવી અન્ય ફાયર શેફ્ટીના સાઘનો વસાવવાની આખરે તૈયારી બતાવી હતી.રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સીખ લે અને ફરી આવી હોનારત સર્જાઈ નહીં. . નિર્દોષ લોકો મોતને ભેટે નહિ અને ઘટનાનુ પુનરાવર્તન થાય નહિ તે માટે સરકારે પણ પોતાની ખાતાકીય કચેરીઓમા તપાસ કરવી જરૂરી છે