Vadodara

વડોદરા : મકરપુરા પોલીસ ફરી ઊંઘતી ઝડપાઈ, પીસીબીએ તરસાલી વુડાના મકાન અને જમીનમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

વારંવાર અન્ય એજન્સીઓની રેડ દ્વારા મકરપુરા પીઆઇ સહિતના પોલીસ કર્મીઓનું નાક કપાતું હોવા છતાં આબરૂની કઈ પાડી નથી

મકરપુરા પોલીસથી બુટલેગર અને દારૂનું વેચાણ કરનાર મળતીયા કેમ પકડાતા નથી ?

બે મહિલાની ધરપકડ, દારૂ સહિત રુ.2.30 લાખનો મુદ્દામાલ કબજે
પ્રતિનિધિ વડોદરા તા.30
મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલ, પીસીબી સહિતની એજન્સીઓ રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી હોય છે પરંતુ સ્થાનિક એટલે કે મકરપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ સહિતના સ્ટાફ દ્વારા કેમ તેમની હદ વિસ્તારમાંથી દારૂ પકડાતો નથી? તેવા સવાલો સાથે પોલીસ અધિકારી અને કર્મચારીઓની કામગીરી સામે અનેક શંકા ઊભી થઈ રહી છે. ત્યારે પીસીબીને ફરી સફળતા સાપડી છે જેમાં તરસાલી વુડાના મકાનમાં તથા જમીનમાં ખાડો ખોદી સંતાડી રાખેલા વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલાઓને ઝડપી પાડી હતી. જ્યારે બુટલેગર સહિત ચાર જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. વિદેશી દારૂ અને મોબાઈલ મળી 2.30 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
તાજેતરમાં જ પીસીબી અને એલસીબીએ મકરપુરા અને માંજલપુર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે વખતે પણ બંને પોલીસ સ્ટેશનની ટીમ ઉંઘતી ઝડપાઈ હતી. 30 મે ના રોજ પીસીબી પોલીસને બાતમી મળી હતી કે લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ ઇંગ્લીશ દારૂનો ધંધો કરે છે અને તેણે સાંઇનાથ કોમ્પ્લેક્સ વુડાના મકાન બ્લોક નંબર 2 મ.નં 06 માં ડિમ્પલબેનના તથા મ.નં.20 માં ભુમીકાબેનાના ઘરે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. વુડાના મકાનમાં બ્લોક નંબર-03 મ.નં 18ની સામે દિવાલ પાસે પતરાના છાપરા નીચે તથા ભુમીકાબેન વાદીની દુકાની પાછળ દિવાલ પાસે તેમજ બ્લોક નંબર 02 ની પાછળ પતરાના છાપરામાં નીચે અલગ-અલગ જગ્યાએ જમીનમાં ખાડા ખોદી બનાવેલા ખાનાઓમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના માણસો રાહુલ,અમીત તથા બાદલ તેઓના મોપેડ મારફતે દારૂનું છુટક વેચાણ કરે છે તેમજ ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ દારૂનું હોલસેલમાં પણ વેચાણ કરે છે.જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેઇડ કરી મકાનોમાં તથા જમીનમાં સંતાડી રાખેલો 2.20 લાખનો બીયર તથા વિદેશી દારૂની જથ્થો અને એક મોબાઇલ મળી રુ.2.30 લાખના મુદામાલ સાથે ડિમ્પલબેલ રાહુલભાઇ રમણભાઈ વાદી (રહે, સાંઇધામ કોમ્પલેક્ષ વુડાના મકાન તરસાલી) તથા હંશાબેન ઉર્ફે ભુમીકા ડાહ્યાભાઇ વાદી (રહે, સાઇધામ કોમ્પલેક્ષ વુડાના મકાન તરસાલી વડોદરા શહેર) ને ઝડપી પાડી હતી. જ્યારે નોંધાયેલ છે. જ્યારે ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ સુરેશભાઈ કનિજા (રહે, તરસાલી વડોદરા), રાહુલ, અમીત અને બાદલ ને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top