Vadodara

વડોદરા:કોટંબી પાસે ટેમ્પો પલટી જતા એકજ પરીવારના ૪ સભ્યના મોત, અન્ય ઘાયલ

ચાલક ઝાલોદથી લાકડા ખાલી કરીને પરત આવતા મુસાફરો બેસાડી લાવતો હતો,

ઝાલોદથી લાકડા ખાલી કરીને પરત આવતી વેળા ચાલકે વડોદરાના મુસાફરોને ટેમ્પામાં બેસાડ્યા હતા. દરમિયાન હાલોલ વડોદરા રોડ પર કોટંબી પાસે ટેમ્પો નાળામાં પલટી ખાઇ જતા તેમાં સવાર લોકો પૈકીના 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્યનો સામાન્ય ઇજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. જરોદ પોલીસે ચાલક સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બેફામ વાહન હંકારતા ચાલકોના કારણે તેમાં મુસાફરોને ભોગવવાનો વારો આવતો હતો છે. ત્યારે તેવો કિસ્સો વડોદરા શહેર નજીક બન્યો છ. જેમાં વડોદરાથી પિકઅપ ભરીને ઝાલોદ ખાતે ખાલી કરવા માટે ગયા હતો. ત્યાંથી લાકડા ટેમ્પો પિકઅપ કરીને પરત આવતો હતો ત્યારે રસ્તામાંથી મુસાફરોને બેસાડી વડોદરા તરફ આવતો હતો. દરમિયાન ચાલક પુરઝડપે દોડાવતો હતો. તે દરમાયન તેને કોટંબી પાસે એક નાળામાં પલટી ખાઇ ગયો હતો. જેમાં અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળા જામ્યા હતા. પિકઅપ ટેમ્પો પલટી જવાના કારણે તેમાં સવાર અગિયાર લોકો ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત નિપજ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે ટેમ્પો ચાલક નશામાં ધુત થઇ ટેમ્પો ચલાવતો હોય અકસ્માત સર્જાયો હોવાની લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.   

– ઇજાગ્રસ્તનો નામ

-શંકરભાઇ ગોબરિયાભાઇ વખાલા (ઉં.વ.45), દિતુબેન મહેશભાઇ ડામોર (ઉં,વ.35), વિવમભાઇ માલસિંગભાઇ ડામોર ( ઉં.વ.28 ), રેસાબેન ગાદુભાઇ ડામોર (ઉંવ. 22), એક અજાણ્યો પુરુષ

– અકસ્માતમાં મોતને ભેટેલો મૃતકોના નામ

  • મધુભાઇ (ઉંવ. 35)
  • પિંકશ (ઉ.વ. 9)
  • માહિટા (ઉં.વ. 7)
  • પ્રવિણ (ઉં.વ. 5)

– એક પરિવારના ચારના મોત, મૃતદેહોના જરોદ સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરાયું.

મધ્યપ્રદેશના ઝાલોદથી વડોદરા ખાતે મજુરી કરવા માટે ટેમ્પામાં એક પરિવાર સભ્યો વડોદરા આવી રહ્યા હતા. દરમાયન ટેમ્પો પલટી ખાઇ જવાના કારણે એક જ પરિવારના પિતા અને તેમના ત્રણ સંતાનો મોત નિપજ્યા હતા. જેથી તમામ પિતા સહિત ચાર બાળકોના મૃતદેહોનું જરોદ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાયું હતું.

Most Popular

To Top