SURAT

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ટેલેન્ટ સ્કાઉટ કેમ્પમાં પ્રથમ દિવસે ગુજરાતના 140 બોલરોએ નસીબ અજમાવ્યું

સુરત: આઇપીએલ માટે બીસીસીઆઇની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ દ્વારા ગુજરાતમાંથી આશાસ્પદ ફાસ્ટ બોલર અને સ્પીનર્સ શોધવા માટે સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો. સંચાલિત લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમની ટર્ન લેતી પીચની પસંદગી કરવામાં આવી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા બે દિવસના આ ટેલેન્ટ સ્કાઉટ કેમ્પ માટે 300 બોલરોએ રજીસ્ટ્રેશન કર્યું હતું. આજે પ્રથમ દિવસે 150 બોલર માંથી 140 બોલરોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન રજૂ કર્યું હતું. આવતી કાલે 175 બોલર તેમનું નશીબ અજમાવશે. દરેક બોલરને છ જુદા જુદા પ્રકારના બોલ નાંખવા માટે તક આપવામાં આવી રહી છે.

લાલભાઇ કોન્ટ્રાકટર સ્પેડિયમની પીચ પર સંપૂર્ણ ગન સેટઅપ ગોઠવવામાં આવ્યું છે. આ પીચ પર બોલ કેટલો સ્વીંગ લે છે, ઝડપથી પડે છે, ફલેટ જાય છે, યોર્કર કેટલી નજીક પડે છે આ તમામ વિગતો રોયલ ચેલેન્જર બેંગ્લોરના ચીફ કોચ માઇક હેસન અને ફિલ્ડીંગ કોચ માર્લોન રંગરાજન ઇન્ટરનેટ થકી ઓનલાઇન જોઇ શકે છે.

એટલેકે તેઓ સુરતમાં હાજર રહયા વિના પ્રત્યેક બોલરે નાંખેલી બોલના પરિણામો જોઇ રહ્યા છે. પ્રથમ દિવસે રજીસ્ટર થયેલા 90 ટકા બોલરોએ ભાગ લેતા બંને કોચ ખુશ થયા હતા. આજે પ્રથમ દિવસે લાલભાઇની પીચ પર ફાસ્ટ બોલર અને સ્પીનર્સ માટે ટર્નઅપ ખુબ સારૂ રહયું હતું. બેંગ્લોરની ટીમે આજ કારણોસર સુરતની પસંદગી કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા એસડીસીએના પ્રમુખ કનૈયાભાઇ કોન્ટ્રાકટર, ઉપપ્રમુખ હેમંત કોન્ટ્રાકટર, ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષ દેસાઇ અને સીએ મયંક દેસાઇએ ભારે જહેમત ઉઠાવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top