Charchapatra

ફ્રી કેમ્પમાં નિદાન ફ્રી છે, સારવાર ફ્રી નથી

ફ્રી – મફત આ શબ્દ સૌને ગમે. કોઈ પણ વ્યક્તિ એ ‘ ફ્રી’ નાં ટાઈટલ હેઠળ છપાતી જાહેરાત માં ખરેખર શું ‘ ફ્રી’ છે એ ફ્રી શબ્દ‌ ની વિભાવના‌ સમજવી ખૂબ જરૂરી છે. તા. ૨૩ ને ગુરુ વાર નાં ફ્રી. કેમ્પ ટાઈટલ હેઠળ નાં ચર્ચા પત્ર અનુસંધાને લખવાનું કે આઈ ચેકઅપ કેમ્પ હોય , કે હાડકાં ની તપાસ નો કેમ્પ હોય તેમાં માત્ર ને માત્ર નિદાન એટલે કે તે અંગેની તપાસ‌ જ ફ્રી થાય છે તે પછીની સારવાર એટલે નંબર હોય તો ચશ્માં કરાવવાં, મોતિયો હોય તો ઓપરેશન કરાવવું , હાડકાં નબળાં હોય તો એક્ષરે નો ખર્ચ અથવા તેને રિલેટેડ ખર્ચ દરદી એ જાતે જ ઉઠાવવાનો હોય છે. એ સત્ય સમજવાની ખાસ જરૂર છે. આવાં કેમ્પ નો હેતુ જે તે હોસ્પિટલ નાં પ્રચાર -પ્રસાર નો હોય છે. ફ્રી કેમ્પ માં કોઈ ને અસંતોષ હોય તો તે બીજા ડોક્ટર નો સેકન્ડ ઓપિનિયન લઇ શકે છે.બાકી તો ફ્રી કેમ્પ  માં જવું, ન જવું એ બાબત દરેક ની પૂરી સ્વતંત્રતા હોય છે.
સુરત     – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અકસ્માતમાં ય કોઈ મદદ ન કરે?
આપણાં દેશમાં ટ્રાફિકના નિયમો તો ઘણાં બધા છે. પણ તેને ધ્યાનમાં રાખીને કોઈ ચાલતું નથી તેથી અકસ્માતના કિસ્સાઓ વધવા માંડયા છે. મારા મિત્રનો મારી પાસે ફોન આવે છે. કે મારૂ એક્સીડન્ટ થયું છે અને મને કોઈ લઈ જવા તૈયાર નથી. 108 એમ્બ્યુલન્સને પણ કોઈ ફોન નહતું કરતું પછી એમણે જાતે હીમત રાખી 108 ને બોલાવી સારવાર હેઠળ લઈ જવાયા. તેમને પગમાં વાગ્યું હતું અમને ડોકટરે જણાવ્યું કે 4-5 યુનિટ લોહીની જરૂર પડશે તમે શોધવાની તૈયારી ચાલુ કરો નહી તો પગ કાપવાની નોબત આવશે. અમે અમારા મિત્રો મંડળને ફોન કરવાના ચાલુ કર્યા બધાયે જુદા જુદા બહાના બતાવી લોહી આપવાની ના કહી. અમે બ્લડ બેન્કમાંથી 3 યુનીટ લોહી લઈ આવ્યા અને ઓપરેશન ચાલુ થયું. પણ ત્યાં સુધીમાં સમય ઘણો વહી ગયો. સરવાળે પગ કાપવાની નોબત આવી અને એમને અફસોસનો કોઈ પાર ન રહ્યો.
મુ. મોરીઠા, તા. માંડવી – કરુણેશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top