National

આમ આદમી પાર્ટીના મંત્રી આતિશીને કોર્ટે મોકલ્યું સમન્સ, 29 જૂને હાજર થવા કહ્યું

લોકસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે આતિશીને સમન્સ મોકલ્યા છે. જેમાં કોર્ટે આતિશીને 29 જૂને હાજર થવા માટે કહ્યું છે. ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કોર્ટે આ સમન્સ મોકલ્યું છે.

બીજેપી નેતા અને નવી દિલ્હી સંસદીય સીટના બીજેપી ઉમેદવાર બાંસુરી સ્વરાજે કહ્યું કે દિલ્હીના મંત્રી આતિશીએ પાર્ટી પર ‘ઓપરેશન લોટસ’ જેવો ઘૃણાસ્પદ આરોપ કોઈપણ દલીલ વગર અને કોઈ પુરાવા વગર લગાવ્યો હતો. ત્યારબાદ પ્રવીણ શંકર કપૂર વતી દિલ્હીના મંત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

હવે આતિશીની ધરપકડ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છેઃ સીએમ અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે તેઓ (કેન્દ્ર સરકાર) આગલી વખતે આતિશીની ધરપકડ કરશે. તેઓ હવે આતિશીની ધરપકડ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ સંપૂર્ણ સરમુખત્યારશાહી છે. તેઓ એક પછી એક આપના તમામ નેતાઓની ખોટા કેસોમાં ધરપકડ કરી રહ્યા છે. જો મોદીજી ફરી સત્તામાં આવશે તો દરેક વિપક્ષી નેતાની ધરપકડ કરવામાં આવશે.

Most Popular

To Top