National

દાદાની ચેતવણી બાદ પ્રજ્વલ રેવન્નાએ જાહેર કર્યો વીડિયો, કહ્યું- 31 મેના રોજ SIT સમક્ષ હાજર થઈ જઈશ

સેક્સ સ્કેન્ડલના આરોપી (Sex Scandal Accused) અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાએ સોમવારે વીડિયો (Video) જાહેર કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે હું 31 મેના રોજ SIT સમક્ષ હાજર થઈશ. તેણે કહ્યું કે મારા પર લાગેલા તમામ આરોપો ખોટા છે. આ પહેલા 23 મે ગુરુવારે એચડી દેવગૌડાએ તેમના પૌત્ર અને સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલને ભારત પાછા ફરવા અને તપાસનો સામનો કરવાની ચેતવણી આપી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ કેસની તપાસમાં તેમની અને તેમના પરિવાર તરફથી કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં.

પ્રજ્વાલે કહ્યું કે જ્યારે તે વિદેશ ગયો ત્યારે તેની સામે કોઈ કેસ નહોતો. ત્યાં ગયા પછી જ્યારે તેને આ બધી વાતની ખબર પડી તો તે ડિપ્રેશનમાં આવી ગયો. એટલા માટે અત્યાર સુધી તેણે આ મામલે કોઈ નિવેદન જારી કર્યું નથી. જણાવી દઈએ કે પ્રજ્વલ હાસનથી લોકસભાના ઉમેદવાર છે જ્યાં બીજા ચરણમાં વોટિંગ થયું હતું. તેની સામે 3 મહિલાઓની છેડતીના 3 કેસ નોંધાયેલા છે. 26 એપ્રિલે લોકસભાના મતદાન બાદ તે જર્મની ગયો હતો ત્યારથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પ્રજ્વલ હાસન લોકસભા સીટ પરથી જેડીએસના ઉમેદવાર છે.

જણાવી દઈએ કે 23 મે એ પ્રજ્વલના દાદા એચડી દેવેગૌડાએ કહ્યું હતું કે હું પ્રજ્વલને વિનંતી નથી કરી રહ્યો પરંતુ તેને ચેતવણી આપી રહ્યો છું. જો તે આ ચેતવણી પર ધ્યાન નહીં આપે તો તેને મારા અને સમગ્ર પરિવારના ગુસ્સાનો સામનો કરવો પડશે. કાયદો તેની સામેના આરોપોની તપાસ કરશે. પરંતુ જો તે પરિવારની વાત નહીં સાંભળે તો અમે તેને એકલા છોડી દઈશું. જો તેને મારા માટે થોડું પણ માન હોય તો તેણે તરત જ પાછા ફરવું જોઈએ. હું એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે આ મામલે પોલીસ તપાસમાં મારી કે મારા પરિવાર તરફથી કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં. મને આ અંગે કોઈ લાગણી નથી. હું માત્ર પ્રજ્વલના કૃત્યથી પીડાતા લોકોને ન્યાય આપવાનું વિચારી રહ્યો છું.

શું છે કર્ણાટક સેક્સ સ્કેન્ડલ?
પ્રજ્વલ રેવન્ના પર તેના ઘરમાં કામ કરતી એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. 26 એપ્રિલના રોજ બેંગલુરુમાં જાહેર સ્થળોએ ઘણી પેન ડ્રાઈવ મળી આવી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે પેનડ્રાઈવમાં 3 હજારથી 5 હજાર વીડિયો હતા જેમાં પ્રજ્વલ ઘણી મહિલાઓનું યૌન શોષણ કરતો જોવા મળ્યો હતો. મહિલાઓના ચહેરા પણ ઝાંખા ન હતા. મામલો વધતાં રાજ્ય સરકારે SITની રચના કરી હતી. પ્રજ્વલ વિરુદ્ધ ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં બળાત્કાર, છેડતી, બ્લેકમેલિંગ અને ધમકીના આરોપો સામેલ છે.

SITની તપાસમાં સામે આવ્યું છે કે પ્રજવલે 50થી વધુ મહિલાઓની જાતીય સતામણી કરી હતી. જેમાં 22 વર્ષથી 61 વર્ષની વયની મહિલાઓનો સમાવેશ થાય છે. 50માંથી 12 મહિલાઓને જબરદસ્તી સેક્સ કરવા માટે મજબૂર કરાઈ હતી એટલે કે તેમના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બાકીની મહિલાઓને વિવિધ રીતે લલચાવીને જાતીય તરફેણ કરવામાં આવતી હતી. પ્રજ્વલે કોઈને સબ ઈન્સ્પેક્ટર, કોઈને તહસીલદાર અને કોઈને ફૂડ વિભાગમાં નોકરી અપાવી હતી.

Most Popular

To Top