અમદાવાદ ઈન્દોર હાઈવે ટોલ રોડ ની જગ્યાએ ઢોલ રોડ જેવું દેખાય છે
કોન્ટ્રાક્ટરો દ્વારા ફક્ત ટોલ ઉઘરાવી ફેસીલીટી આપવામાં કાંઈજ સમજતા નથી
ટોયલેટ એક જ સાઈડ હોવા છતાં પણ ટોયલેટને તાળા મારેલા જોવા મળ્યા
અમદાવાદ ઈન્દોર હાઈવે ઉપર અમદાવાદ થી ગોધરા સુધી બે ટોલનાકા આવતા હોય જતા એ બે ટોલનાકાનો વચ્ચેનો રોડ જાણે રોડની જગ્યાએ ઢોલ નગારા જેવો રોડ જોવા મળે છે. તો આ બાબતે જેતે કોન્ટ્રાક્ટરો પાસે તાત્કાલિક ધોરણે રોલ ઉઘરાવવાનું બંધ કરી અને રોડનું કામ સંપૂર્ણ રીનોવેશન સાથે કમ્પ્લીટ બનાવવામાં આવે તેવી પ્રજાજનોની ઉગ્ર માંગ છે. પ્રજાજનો ટોલ આપે છે પણ ટોયલેટ માટે કોઈ સુવિધા ન હોવાની પણ બુમ ઉઠી છે. વધુમાં આ ટોલનાકા ઉપર બંને સાઈડ ઉપર ટોયલેટ હોવા જોઈએ તેની જગ્યાએ એક જ સાઈડ ઉપર હોવાથી ઘણી વખત આ સાઇડથી પેલી સાઈડ ઉપર ટોયલેટ જવા માટે લોકોને તાપમાન માં કે ઠંડીના સમયે ઉંમરલાયક વ્યક્તિઓને પણ આનો ભોગ બનવો પડતો હોય છે. આ એક ટોઇલેટ પણ હાલમાં બંધ છે તો આ બાબતે સરકાર તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય ધ્યાન આપે તેવી લોકોની માગ છે.