Entertainment

જાણીતા ફિલ્મ નિર્દેશકનું નિધન, રાજેશ ખન્ના શાહરૂખ ખાન અક્ષય કુમાર જેવા કલાકારો સાથે કર્યું હતું કામ

હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ બોલિવૂડના (Bollywood) એક પ્રખ્યાત ફિલ્મ નિર્દેશકનું (Director) નિધન થયું હોવાના અહેવાલ છે. તેમણે 60 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આજે સવારે 11 વાગ્યે ઓશિવારા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હાલમાં જ મનોરંજન જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સિકંદર ભારતીનું અવસાન થયું છે. 60 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. સિકંદર ભારતીના અંતિમ સંસ્કાર આજે 25 મે, સવારે 11 વાગ્યે જોગેશ્વરી વેસ્ટ મુંબઈમાં આવેલા ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. જ્યાં ફિલ્મી દુનિયાની અનેક મોટી હસ્તીઓ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી અને બધાએ તેમને અશ્રુભીની આંખો સાથે અંતિમ વિદાય આપી હતી. હાલમાં તેમના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. સિકંદરના પરિવારમાં તેમની પત્ની પિંકી અને ત્રણ બાળકો સિપિકા, યુવિકા અને સુકરાત છે. ફિલ્મ નિર્દેશકના નિધનને કારણે તેમના પરિવારજનોની હાલત ખરાબ છે.

દિગ્દર્શક સિકંદરની ફિલ્મો
તમને જણાવી દઈએ કે નિર્દેશક સિકંદર ભારતીએ ‘ઘર કા ચિરાગ’, ‘ભાઈ ભાઈ’, ‘સૈનિક સર ઊઠા કે જિયો’, ‘ઝાલીમ’, ‘રૂપિયા દસ કરોડ’, ‘દંડનાયક’, ‘રંગીલા રાજા’, ‘પોલીસવાલા’ અને ‘દો ફન્ટૂશ’ જેવી ઘણી ફિલ્મો હિન્દી સિનેમાને આપી છે. તેમણે હિન્દી સિનેમામાં રાજેશ ખન્ના, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને ગોવિંદા જેવા ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. સિકંદર ભારતીનું નામ એવા દિગ્દર્શકોની યાદીમાં હતું જેઓ કોઈ પણ પ્રોજેક્ટ પૂરા સમર્પણ સાથે કરતા હતા. તેમની ફિલ્મો દર્શકોને ખાસ સંદેશ આપતી હતી. આ જ કારણ હતું કે તેની ફિલ્મોને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

Most Popular

To Top