Vadodara

વડોદરા : દાંતનો દુઃખાવો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો : હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો

દાંતની યોગ્ય સારવારના અભાવે દર્દીએ હોબાળો મચાવ્યો :

ડોકટરે કહ્યું , બધા આ રીતે કરશે તો દુનિયા નો કોઈપણ ડોક્ટર કોઈ પેશન્ટને ઇમરજન્સી હોય તો સારવાર નહીં કરી શકે .

( પ્રતિનિધિ) વડોદરા તા.25

વડોદરા શહેરના માંજલપુર ખાતે આવેલ ડોક્ટર ધામત દાંતની હોસ્પિટલમાં એક દર્દીને દાંતની સારવારમાં વાંધો પડતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી.

દાંતમાં તકલીફ થતા એક યુવતી માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત ડોક્ટર ધામતના દવાખાને પહોંચી હતી. જ્યાં તેની સારવાર પણ કરવામાં આવી, પરંતુ અંતે યોગ્ય સારવાર કરવામાં નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ડોક્ટર અને સારવાર કરવા આવેલી યુવતીએ એકબીજા ઉપર આક્ષેપ ઉપર પ્રતિઆક્ષેપ કર્યા હતા.

દર્દીના સગા હેમંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે એના દાંતમાં દુખાવા નો સેજ પ્રોબ્લેમ હતો. ડોક્ટરે રૂટ કેનલ કરવાનું છે, આમ કરવાનું છે, તેમ કરવાનું મિસગાઈડ કર્યા, ત્યાર પછી અમે બીજા ડોક્ટરનો સંપર્ક કર્યો, એમણે એવું કીધું કે કશું નથી. જેથી અમે અમારી આજે ફાઈલ લેવા માટે આવ્યા હતા. ત્યારે ડોક્ટરે ફાઈલ સંતાડી દીધી. અમને ફાઈલ ન આપી અને તુતા કરી હતી. જે બધા રેકોર્ડિંગ અને બધું જ અમારી પાસે કેમેરામાં છે. ડોક્ટરોને ખાસ આપણી ગવર્મેન્ટએ સજા કરવી જોઈએ એ અમારી માંગ છે હું પોલીસ ફરિયાદ કરવા જાઉં છું

ડોકટરે આક્ષેપને વખોડી કાઢ્યા :

આક્ષેપ શું લગાડે છે એ જ મને નથી ખબર, સીધા આવ્યા કે અમારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી છે. બીજા પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ હતી. ત્યારે મને લાફો માર્યો, મેં કીધું કે તમે મને આ રીતે મારી ન શકો ત્યારે હું તને આમને આમ ઉભે ઉભો ચીરી નાખીશ, તેમ તેઓએ કહ્યું હતું. મેં કીધું કે તમે શું સમજો છો તમારી જાતને દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે, રૂટ કેનલ ની અંદર મેડિસિન મૂકેલી છે. એમને જોઈન્ટ પેન છે. એની માટે ફિઝિયોથેરાપીસ્ટ પાસેથી રિફર કરેલા છે. જ્યારે પેઈન મટશે, ત્યારે ટ્રીટમેન્ટ આગળ ચાલુ રહેશે, પણ એમ કહે છે કે, ડોક્ટર જવાબદાર છે તો એ વાત 100 ટકા ખોટી છે. ડોક્ટર કઈ રીતે જોઈન્ટ સુધારી શકે અને બગાડી શકે. જે ટ્રીટમેન્ટ છે ચાલી રહી છે. સાંધાનો દુખાવો રાતોરાત ડોક્ટર મટાડી ન શકે ? સો ટકા ખોટી વાત છે. આવી એક્સપેટેશન, જ્યારે દર્દી રાખે. ફાઈલ અંદર જ છે, પણ શોધવાનો સમય તો મળવો જોઈએ કે નહીં. ચાલુ ડ્યુટીએ મારે બહાર બેઠેલા પેશન્ટોને છોડીને જવું પડે એ ખોટી વસ્તુ છે. આવું ન કરવું જોઈએ. તેઓ એવું કહે છે કે હું મીડિયામાં બદનામ કરી દઈશ. કાલે તારે ક્લિનિકના તાળા મરાવી દઈશ એ વસ્તુ ખોટી છે. જો આ રીતે કરશે તો દુનિયા નો કોઈ ડોક્ટર કોઈ પેશન્ટ ઇમરજન્સી હોય તો નહીં કરી શકે. ડો. ધર્મેશ ધામત

દર્દીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિમા હું એમની પાસે પ્રથમ વખત આવી હતી. મારી માતા અને એમની માતાએ પણ એમની પાસે સારવાર કરાવી છે. ફેમિલી ડોક્ટર હતા. અત્યાર સુધી અમને વિશ્વાસ હતો. એમના કહેવા પર મેં મારા દાંતમાં તકલીફ હતી. કેવિટી માટે મારા દાંત ખુલતા ન હતા. જમણી બાજુથી મારા દાંતમાં અવાજ આવ્યો ટીક ટીક, તો એમણે એવું કીધું તો કે મારા અલાઈમેન્ટમાં ઇસ્યુ છે. જે જગ્યાએ મોઢું બંધ થવું જોઈએ એ નથી થઈ રહ્યું અને એ વસ્તુ એમની મને સાચી પણ લાગી અને એ સાચી પણ હતી. મને સારવારમાં ફરક પણ લાગ્યો. એમણે મને એવું પણ કીધું કે અલાયમેટની ટ્રીટમેન્ટ કરવી પડશે અને એમણે મને બીજા બધા દર્દીઓના ફોટો પણ બતાવ્યા. જે એમણે પોતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ છે એના પછી મેં એમને એવું પણ પૂછ્યું કે તમે આ કેવીટી ની ટ્રીટમેન્ટ માટે પૂછ્યું હતું, તેમણે કહ્યું હતું કે છ સાત મહિના સુધી કોઈપણ વાંધો નહીં આવે, એના પછી મારી ટ્રીટમેન્ટ શરૂ થઈ. એક વખત ના થઈ શકી તો બીજી વખત આપણે કરવું પડશે. જે ચાર્જ હતો, તે 1,000 રૂ. બે વખતનો મેં આપી દીધો. બીજી વખત સારવારના મેં 8,000 પે કરી દીધા છે. હજી કેટલી ટ્રીટમેન્ટ બાકી છે. તમે મને પહેલેથી કહી દો. મેં એમની પાસે બહાર જોવા માટે ફાઈલ આવી હતી અને ફાઈલ માંગી હતી. ફાઈલ મારી સામે કાઢી પણ હતી. પણ ક્યાં લઈ જાઓ છો એવું પણ કીધું, તો એ લોકો અંદર ફાઈલ લઈ જતા હતા. એ લોકોએ કહ્યું કે પહેલા ડોક્ટર જોશે. તો એ જ વસ્તુ જ્યારે મેં ડોક્ટર પાસે અંદર જઈને કીધું ફાઈલ આપો તો એમને એવું કીધું કે ફાઈલ મારી પાસે છે. બહાર આવીને જોયું તો બધા ગાયબ થઈ ગયા હતા. પછી ડોક્ટર કહે છે તમને લોકોને નહીં બતાવું અને ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા. જે ડોક્ટર છે એમની ધર્મ પત્ની ડોક્ટર નિધિએ માર્ચમાં એમણે મારી સારવાર કરી હતી અને ત્યારથી મારા ડાબી બાજુએ મોઢામાં દાંતમાં તકલીફ પડી છે. જોકે દાંતમાં થયેલી સારવારના અભાવે યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top