વડોદરામાં હાલ કાળઝાળ ગરમી નો પ્રકોપ છે. નાગરિકો ગરમીથી બચવા અવનવા પ્રયોગ કરે છે. ત્યારે ક્યાંક લોકો માટે કોઈ સંસ્થા દ્વારા અને લોકો દ્વારા મફત છાસ નું વિતરણ થાય છે ક્યાંક પાણી ના જગ મુકાય છે. જેથી લોકો ગરમી માં હાશકારો લઈ શકે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ બપોરની ગરમીથી બચવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સરકારી હોય કે પ્રાઇવેટ સંસ્થાએ બપોરે બારથી સાંજના ચાર વાગ્યા સુધી બહારનું કે તાપમાં કામ ના કરાવવુ. ત્યારે વડોદરા પોલીસ દ્વારા ગરમીથી નાગરિકો ને બચાવવા માટે કેટલાક સિગ્નલ પર ગ્રીન પરદા મારવામાં આવ્યા છે. જેથી કામ કાજ માટે નીકળતા લોકોને તાપ ના લાગે અને સતત વધી રહેલી ગરમી ના કારણે કોઈ બીમાર ના પડે . વડોદરા પોલીસનું કામ લોકોએ આવકાર્યું છે.
વડોદરા: ગરમીથી વાહનચાલકોને રક્ષણ આપવા ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટ લગાવી
By
Posted on