દેશમાં ભલે હિંદુ સંસ્કૃતિની વાતો થવા પામે. પરંતુ દૈનિક ચર્યા ઈસવીસનના કેલેન્ડરને આધારીત છે. ગત શુક્રવારના રોજ નવ વર્ષ 2021નો પ્રારંભ થતાં પાંચ દાયકા પૂર્વ 1971માં જે તારીખનું કેલેન્ડર હતું. તે જ તારીખ સાથેનું વર્ષ 2021નું પણ રહે તેવો યોગાનુયોગ સર્જાવા પામ્યો છે.
ત્યારે 1971 અને 2021ના કેલેન્ડરની ઉભી થયેલી સામ્યતાના પગલે 1971માં પાક્સ્તિાનના ભાગલા પડવા પામ્યા હતા તેમ આ વર્ષમાં કોઈ સ્થિતિ સર્જાવા પામશેની અટકળો ઉઠવા પામી છે. જો વર્ષ 2021ના કેલેન્ડરને અગાઉના 1971ના કેલેન્ડર સાથે સરખાવવામાં આવે તો તારીખ અને વાર એકસરખા છે. પાંચ દાયકા બાદ આવી સ્થિતિ ઉભી થઈ છે. અનેક વખત એવા સંયોગો ઉભા થાય છે કે જ્યારે અલગ અલગ વર્ષોના કેલેન્ડર એકસરખાં હોય.
1971માં ભારતે પાકિસ્તાનથી બાંગ્લાદેશને છુટું પાડી દીધું હતું, 2021માં પણ નવાજૂની થશે?
1971 ની સાલમાં ભારત-પાકિસ્તાન યુધ્ધને 50 વર્ષ પુર્ણ થયા હતા તે એ જ યુધ્ધ હતું જેના પરિણામે વિશ્વના નકશા પરબાંગ્લાદેશ નામના એક નવા રાષ્ટ્રનો ઉદભવ થયો હતો. આ યુધ્ધમાં ભારતે પાકિસ્તાનને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હતું. આ સંઘર્ષમાં કારમી હારનો સામનો કર્યા પછી પાકિસ્તાનના 93000 સૈનિકોએ ભારતમાં શરણાગતિ સ્વીકારી હતી. યુધ્ધના પચાસ વર્ષ પુર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક ખાતે સુવર્ણ વિજય મશાલ પ્રગટાવી હતી.
પાકિસ્તાન સામેના યુધ્ધમાં વિજય અને બાંગ્લાદેશની આઝાદી બાદથી ભારત 16 ડીસેમ્બર 1971થી વિજય દિવસ તરીકે ઉજવણી કરે છે. આ યુધ્ધમાં પાકિસ્તાનની હાર બાદ વિશ્વના સૈન્ય ઈતિહાસમાં ઘણા રેકોર્ડસ નોંધાયા હતા. આ યુધ્ધ હારી ગયા પછી બીજા વિશ્વ યુધ્ધ પછી પાકિસ્તાન સૌથી વધુ સૈનિકો સાથે શરણાગતિ કરનાર દેશ બન્યો હતો. આ યુધ્ધ 3 ડીસેમ્બર 1971 ના રોજ શરૂ થયું હતું. આ લડાઈ 16 ડીસેમ્બર 1971 સુધી ચાલી હતી. સૈન્ય ઈતિહાસમાં આ યુધ્ધને ફોલ ઓફ ઢાકા કહેવામાં આવે છે. જેથી વર્ષ 1971નું વર્ષ ભારત માટે યાદગાર સાબિત રહેશે.