કલાઈમેટ ચેન્જના કારણે આ વર્ષે રેકર્ડ બ્રેક ગરમી પડી રહી છે. હવામાન ખાતાની એક માસ અગાઉ શરૂઆતની આગાહી એવી હતી કે સામાન્ય કરતાં વરસાદ વધારે થશે. વર્તમાન આગાહી તેનાથી જુદા પ્રકારની છે. ઇઝરાયેલ 2-3 ઇંચ વરસાદમાં હરિયાળી સર્જી શકે છે. આપણે ત્યાં સરેરાશથી કદાચ ઓછો વરસાદ થાય તો પણ લગભગ વરસાદનું 70 ટકા પાણી વેડફાતું હોવાથી શિયાળાની શરૂઆતથી જ ગ્રામ વિસ્તારોમાં પાણીની રામાયણ સર્જાય છે. પાણીનાં ટેન્કરો દોડાવવાની ફરજ પડે છે. પ્રજા હેરાન થાય છે, કથિત મોટી મોટી સિડિઓની જાહેરાતોના બદલે સુચારુ આયોજનથી લોકોની પાણીની મુશ્કેલી દૂર થાય તો યે ઘણું છે. સરકાર મોટા દાવાઓના પ્રચારના બદલે આ તરફ ધ્યાન આપે તે જરૂરી છે.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઠેસ
આપણા દેશમાં જેમ જેમ વસ્તીમાં વધારો થતો જાય છે. તેમ તેમ ટ્રાફિક સમસ્યામાં પણ વધારો થતો જાય છે અને અકસ્માતો પણ અપરંપાર થતા રહે છે. એક તો ટ્રાફિકની સમસ્યા તો વિકટ બનતી જ જાય છે અને એન લીધેઆપણા રસ્તાઓ પણ ઉબડખાબડવાળા હોય છે એટલે આ કારણે ઠેસ વાગવાની સંભાવના વધી જાય છે વળી ઠેસ પણ સામાન્ય વાગે તો વાંધો નથી આવતો પણ મે એવી જોરદાર ઠેસ વાગવાની સંભાવના વધી જાય છે વળી ઠેસ પણ સામાન્ય વાગે તો વાંધો નથી આવતો પણ જો એવી જોરદાર ઠેસ વાગે તો તેનુ પરિણામ ગંભીર આથી શકે છે. અજાણતા પણ ઠેસ વાગે ચે વળી સામેથી આવતા વાહન પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો ત્યારે પણ ઠેસ વાગે છે. આપણું મન વિચારોથી ઘેરાયેલું હોય અને એવી મનોદશામાં પણ ઠેસ વાગે છે. આર્થિક મુશ્કેલીઓના ચિંતાજનક વિચારોથી પણ ઠેસ વાગે છે. મોંઘવારીમાં બે પાસા કેમ ભેગા કરવા એની ગડમથલમાં પણ ઠેસ વાગતી હોય છે.
પરિવારમાં કોઇ ગંભીર બીમારી આવી પડી હોય તેની ચિંતામાં કેમ કરવુ, ખર્ચ કેવી રીતે કાઢીશું તથા સારવારની ચિંતામાં પણ ઠેસ વાગે છે.ઘરમાં ઝગડો થયો હોય ત્યારે મન વ્યાકુળ બને બહાર જતા બે ધ્યાનમાં ઠેસ વાગે છે દૂર રહેતા પરિવારના માઠા સમાચારbઓ તો શું કરવું તે વિચારોમાં ઝડપથી ચાલતા ઠેસ વાગે છે. સર્વિસ કરનારના ઉપર બોસની પજવણીને કારણે મનમાં ઉદ્વેગ થતા રસ્તે ચાલતા ઠેસ વાગે છે. ઠેસ શારીરિક વાગે છે તેમાંય જો ભારે ઠેસ વાગે તો શરીરના અંગને પણ નુકસાન થાય છે આથી ઠેસ ન વાગે તે માટે ધ્યાનપૂર્વક કાળજીથી શાંત ચિત્તે ડગલા ભરો તો ઠેસ વાગવાની સંભાવના નહીંવત થઇ જાય છે.
સુરત – શીલા ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.