આપણે ત્યાં પંજાબ અને દિલ્હીમાં પ્રજાને મહિનાની 200 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે એટલે કે બે મહિનાની 400 યુનિટ વીજળીથી ઓછી વીજળી વાપરનાર તમામ સામાન્ય પરિવારોને મફત વીજળી મળે છે. જયારે ગુજરાતની પ્રજા દેશમાં સૌથી મોંઘી વીજળી વાપરે છે. કેમક ગુજરાત સરકારે ઉદ્યોગપતિ મિત્રોને ખોળે બેસાડયા છે. એ જ કારણ હવે અદાણીની સોલાર પેનલોનો ધંધા વધારવા માટે ગુજરાત સરકાર ગુજરાતની સામાન્ય પ્રજાના માથે ‘સ્માર્ટ મીટર’ મારવા તૈયાર થઇ છે. હવે અહીં દાવ ઊંધો પડવાનો છે કેમ કે મોટા ભાગનાં કેપેબલ લોકોએ સોલાર પેનલો લગાવી દીધી છે અને જે બાકી છે તેમાં મોટા ભાગનાં લોકો પાસે પોતાની છત નથી.
તેઓ સહિયારી છતવાલા એપાર્ટમેન્ટો – આવાસો અને જર્જરિત થયેલા હાઉસીિગ બોર્ડનાં મકાનોમાં રહે છે, જેઓ સોલાર પેનલો લગાવી શકે એમ નથી અને આર્થિક રીતે કેપેબલ કે સક્ષમ નથી. 40 ટકા પ્રજા તો ભાડાનાં મકાનોમાં ટૂંકી આવકમાં જીવે છે. તેઓ સોલાર યુનિટ કયાંથી લગાવવાના? આ ઉપરાંત બધી આવકમાં જીવતાં વૃદ્ધો-બીજાના સહારે જીવતી વિધવા બહેનો આ બધા સ્માર્ટ મીટરથી મોટી તકલીફમાં મૂકાવાના છે.અત્યારે જયાં જયાં સ્માર્ટ મીટરો લગાવાયાં છે ત્યાં પ્રજા ત્રાહિમામ્ પોકારી વિરોધ કરી રહી છે અને આ વિરોધની આગ ગામેગામ ફેલાવાની છે અને સરકાર સામે વિરોધનો વંટોળ ઊભો થવાનો છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મહેમુદ અને તલત મહેમુદ બંનેને સરસ યાદ કર્યા
લેજેન્ડ્સમાં મહેમુદ વિષેનો લેખ સરસ રીતે આલેખ્યો છે. જેમાં અમિતા, અરુણા ઇરાની એસ. એ. અકબર, અમિતાભ બચ્ચન વિશે તથા આરડી બર્મનને આપેલી તક વિષે જાણવા મળ્યું લેખકને શુભેચ્છા. મ્યુઝીકળી યોર્સ – તલત મહેમુદ વિષેનો લેખ પણ સુંદર આલેખન સાથે રજૂ કરાયો છે. અનેક ફિલ્મોમાં અભિનય તથા કેટલાં સુંદર ગીતો તથા ગઝલને યાદ કરેલો લેખ ખૂબ જ ગમ્યો.
સુરત – કે. કે. જરીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.