Charchapatra

આ ગરમી આપણાં જ પાપે છે

ઉત્તરાખંડનાં જંગલોમાં લાગેલી આગ એ કુદરતી નહીં, પરતું  માનવસર્જિત હોવાનું માનવામાં આવે છે.  આગ લાગવાથી અનેક હેક્ટર જંગલોનો નાશ થઈ ગયો છે. એક તો આપણે  ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છીએ અને ગરમીથી બચવા ગ્રીનરીની ખાસ જરૂર છે એવા જ સમયે જંગલોમાં લગાડવામાં આવેલી આગ ચિંતાજનક છે,  જેને પૃથ્વીનાં ફેફસાં કહેવાય છે. તે amazon જંગલોમાં પણ અસામાજિક તત્ત્વો દ્વારા વારંવાર આગ લગાડવામાં આવે છે. આગને કારણે નવ દેશોની  સરહદ લાગે છે તે amazon જંગલમાં  ભયંકર આગ લાગતી રહે છે.

આપણે ત્યાં  ભારત સરકાર જંગલોમાં લાગતી આગની તપાસ કરી આગ લગાવનારા  ગુનેગારોને  સખતમાં સખત સજા કરે.  જેવી રીતે ચૂંટણી જીતવા  બધા જ પક્ષના નેતાઓ જે ઝનૂનથી  રેલીઓ કાઢી પ્રચાર કરે છે તેવા જ ઝનૂનથી બધા જ પક્ષો પર્યાવરણ બચાવવા માટે પણ આગળ આવે તે ખૂબ જ જરૂરી છે. દુનિયાભરમાં અને ખાસ કરીને  આપણા ભારતમાં વૃક્ષોનું એટલી હદે નિકંદન  નીકળી ગયું છે કે હવે આપણે ગ્રીનરીના અભાવે સખત ગરમીનો સામનો કરવો પડે  છે અને કરવો જ પડે તેવી સ્થિતિમાં આવી ગયા છીએ.

ઉદ્યોગો માટે કે રહેણાંક સોસાયટીઓ માટે અને ખેતીવાડીઓ માટે કાપવામાં આવતાં જંગલોને કારણે આપણા પર્યાવરણનું સંતુલન ખોરવાઈ ગયું છે. વધતી ગરમીને કારણે ઋતુચક્ર પણ અનિયમિત થઈ ગયું છે અને હજુ આપણે વધુ ગંભીર  સ્થિતિમાં આવીએ તે પહેલાં સરકારે કાયદો બનાવી જંગલોમાં આગ લગાડી નુકસાન પહોંચાડતાં આવાં હરામી અસામાજિક તત્ત્વોને પકડીને તેમની ઉપર ફોજદારી ધારા મુજબ સખતમાં સખત સજાની જોગવાઈ કરે તે ખૂબ જ  જરૂરી છે.
સુરત     – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

દેશવિરોધી દેશને મદદ કેમ?
માલદીવના ચીનપ્રેમી અને ભારત વિરોધી પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુને ભારત સરકાર તરફથી 50 મિલિયનની મદદ મળી છે. પ્રશ્ન એ છે કે માલદીવના પ્રમુખ સંજોગો અને પરિસ્થિતિની અનુસાર ભારત સાથે તેમના અભિગમમાં પરિવર્તન લાવે છે. જરૂરિયાત ઊભી થતાં ભારત પાસે મદદ મેળવવાના હેતુથી માલદીવના પ્રમુખે તેમના વિદેશ મંત્રીને દિલ્હી મોકલ્યા હતા. આવા દેશના સત્તાધીશો પર વિશ્વાસ કરવો કેટલા અંશે યોગ્ય છે તે ખૂબ જ ગંભીર ડીબેટનો વિષય છે. વિશેષ કરીને જયારે ભારતમાં ગરીબી, બેકારી અને મોંઘવારી અને ચરમસીમા પાર કરી છે. એ અવસ્થામાં અન્ય દેશવિરોધી દેશને સંબંધ સુધારવા માટે આટલી મોટી રકમની મદદ બિલકુલ અયોગ્ય અને અસ્વીકાર્ય છે.
સુરત               – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top