World

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર

હેલિકોપ્ટર (Helicopter) દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી સહિત નવ લોકોના મોત થયા છે. ભારત સરકારે (Indian Government) મૃતકોના સન્માનમાં મંગળવારે રાજકીય શોક રાખવાનો નિર્ણય કર્યો છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે 21 મેના રોજ સમગ્ર ભારતમાં એક દિવસનો રાજ્ય શોક રહેશે. શોકના દિવસે દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઢીએ રહેશે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના નિધન પર ભારત સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. ભારતમાં મંગળવારે એક દિવસનો રાજ્ય શોક રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન દેશની તમામ સરકારી અર્ધસરકારી ઇમારતો જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇબ્રાહિમ રઈસીના મૃત્યુ બાદ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બરને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ મોખબરને વચગાળાનો હવાલો સોંપ્યો છે. ખામેનીએ કહ્યું કે બંધારણની કલમ 131 મુજબ મોખ્બરને આ જવાબદારી આપવામાં આવી છે. મોહમ્મદ મોખ્બરે 50 દિવસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી કરવા માટે ન્યાયિક વડાઓ સાથે કામ કરવું પડશે. ઈરાનના ટોચના પરમાણુ વાટાઘાટકાર અલી બાગેરીને હેલિકોપ્ટર દુર્ઘટનામાં વિદેશ પ્રધાન હોસૈન અમીર-અબ્દોલ્લાહિયનના મૃત્યુ બાદ કાર્યકારી વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઈરાનમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ રઈસી, વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાનના ગવર્નર મલેક રહેમતી સહિત નવ લોકોના મોત થયા હતા. જેને લઈને તેમને રાષ્ટ્રીય સમ્માન આપવા માટે ઈરાનમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીને લઈ જતું હેલિકોપ્ટર રવિવારે સાંજે અઝરબૈજાન પાસે ક્રેશ થયું હતું. જેમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા હતા. બેલ 212 હેલિકોપ્ટરમાં ઈરાનના રાષ્ટ્રપતિ મુસાફરી કરી રહ્યા હતા. રઈસીના કાફલાનું હેલિકોપ્ટર ક્રેશ બાદ સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. તેમના હેલિકોપ્ટરનો કાટમાળ એક ટેકરી પરથી મળી આવ્યો હતો. બચાવ ટીમે માર્યા ગયેલા લોકોની ઓળખ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તાબરીઝના ઇમામ અયાતુલ્લાહ અલ હાશેમ અકસ્માત બાદ એક કલાક સુધી જીવિત હતા. તેમણે જ રાષ્ટ્રપતિ કાર્યાલયના વડા ગુલામહુસેન ઈસ્માઈલીને બોલાવ્યા હતા. તેમનું શરીર પોતે જ શ્રેષ્ઠ સ્થિતિમાં હતું અને ઓછું બળેલું હતું. જો કે બાકીના મૃતદેહોની પણ ઓળખ થઈ ગઈ છે તેથી ડીએનએ ટેસ્ટ ન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Most Popular

To Top