SURAT

સરથાણામાં સાત વર્ષના બાળક પર મનપાના કચરાનો ટેમ્પો ફરી વળતાં બાળકનું મોત

સુરત: સરથાણામાં સીમાડા નાકા તરફ રસ્તા પર સેતુબંધ બિલ્ડીંગની લાઈનમાં અક્ષર પાર્કિંગ પાસે ફૂટપાથ ઉપર સૂતેલા શ્રમજીવી પરીવારના 7 વર્ષિય બાળક પરથી મનપાનો કચરાનો ટેમ્પો ફરી વળતા બાળકનું મોત નિપજ્યું હતું.
સરથાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર સરથાણામાં સેતુબંધ બિલ્ડીંગની લાઈનમાં મહાદેવની કાટીંગની સામે આવેલા અક્ષર પાર્કિંગ પાસે મહતીયા કટારા પત્ની અને સાત વર્ષિય દીકરો સંદિપ સહિત પાંચ સંતાનો સાથે રહે છે. તે મજુરી કામ કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે. શનિવારે રાત્રે ઘર પાસે ફૂટપાથ પર સંદિપ પરિવારજનો સાથે સૂતો હતો. તે સમયે ત્યાંથી પસાર થતા મનપાના કચરાના ટેમ્પો ડ્રાઈવરે સંદીપ ઉપર ટેમ્પો ચલાવી દેતા સંદિપનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. સરથાણા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

ડિંડોલીમાં બાંધકામ સાઈટ પર રમતા-રમતા પાંચ વર્ષનું બાળક પાણીની ટાંકીમાં પડી જતાં મોત
સુરત: ડિંડોલીમાં બાંધકામની સાઈટ પર રમતા-રમતા મજુરનો પાંચ વર્ષિય દીકરો પાણીની ટાંકીમાં પડતા તેનું મોત નિપજ્યું હતું. ડિંડોલી પોલીસના જણાવ્યા અનુસાર મૂળ દાહોદ જિલ્લાના માલવા ગામના વતની રાજેશ મંડલ હાલમાં ડિંડોલી દેલાડવા ગામની સીમમાં આવેલા કૈલાશ બંગ્લોઝ બાંધકામની સાઈટ પર કામ કરતો હતો. સાઈટ પર બનાવેલા ઝુંપડામાં તે રહેતો હતો. પરિવારમાં પત્ની ઉપરાંત 5 વર્ષનો દીકરો વનરાજ હતો. શનિવારે બપોરે રાજેશ અને તેની પત્ની કામ કરી રહ્યાં હતા. ત્યારે પુત્ર વનરાજ રમી રહ્યો હતો. તે રમતા-રમતા પાણીની ટાંકીમાં પડી ગયો હતો. જેથી તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે વનરાજને મૃત જાહેર કર્યો હતો.

Most Popular

To Top