છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એ નકલી મરચા પાઉડર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી જેમાં મરચાં પાઉડર માં લાલ કલર અને ઓલીઓ રેઝીન નું ભેળસેળ થતું હોવાનું માલુમ પડતાં ૪૨૦૭ કિલો મરચું પાઉડર જેની કિંમત ૬,૨૦,૦૦૦ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે સર્વે નં ૪૩/૨ પૈકી ૧ ની જમીન મા તૈયાર કરેલ શેડ મા નકલી મરચું પાઉડર બનાવતી ફેક્ટરી ખત્રી મોહ્યુદ્દીન નુરમહંમદ ની ચાલતી હોવાની બાતમી ગાંધીનગર ના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ને મળતાં છોટાઉદેપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની ટીમ તેમજ ગાંધીનગર ની ટીમ રેડ કરીને નકલી મરચા પાઉડર બનાવતી ફેક્ટરી મા તપાસ હાથ ધરતા મરચું પાઉડર બનાવ વા માટે નું કોઈ પણ જાત નુ લાઇસન્સ ના હતું તેમજ દળેલા મરચા પાઉડર મા પાઉડર ના તૈયાર કરેલા પેકિંગ ઉપર કાશ્મીરી કુમઠી મોડું મરચું લેબલ થી પેક કરતા હતા. બેચ નંબર ઉત્પાદન ની તારીખ તથા ઉત્પાદનનું સરનામું મારેલ ના હતુ જયારે સ્થળ પર તપાસ કરતા લાલ કલર નુ અખાદ્ય કલર અને ઓલિયો રેઝિનની ભેળસેળ થતી હોવાનું માલુમ પડયું હતું અને ૨૫ કિલો કલર અને ૯ કિલો ગ્રામ Capsicum Oleoresin નો જથ્થો મળી આવ્યો હતો. જયારે ૪૦૨૭ કિલો ગ્રામ મરચા પાઉડર ના પેકિંગ નો જથ્થો પકડાયો હતો જેની કિંમત ૬,૨૦,૦૦૦ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. જયારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની આ કામગીરી થી લોકોના સ્વા્થ્ય સાથે ચેડાં કરીને લાખો રૂપિયા કમાવા માટે ના પ્રયત્નો કારનારા આ ફેકટરી માલિક સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે. જયારે છોટાઉદેપુર જિલ્લામાં આવી અનેક નકલી ફેક્ટરી ઓ ચાલી રહી છે જયારે કપાસીયા તેલ પણ ભેળસેળ વાળુ બજાર મા વેચાય રહ્યું છે. કપાસીયા તેલ મા પામોલિન તેલ મિશ્રિત કરીને બજારો મા ઠાલવતા વેપારીઓ સામે પણ કડક પગલાં ભરવા જોઇએ.
ફોટા લાઇન – છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી તાલુકાના જોજવા ગામે નકલી મરચા પાઉડર ની ફેક્ટરી ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા પકડવામાં આવી.
બોડેલી તાલુકાના જોજવા ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગએ નકલી મરચા પાઉડર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી
By
Posted on