દેશના અનેક વિસ્તારો હાલ આકરી ગરમીથી (Heat Wave) ત્રસ્ત છે. જ્યારે હરિયાણાના સિરસામાં મહત્તમ તાપમાન (Temperature) 47 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. શુક્રવારે દેશના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ રહ્યું જ્યારે શનિવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે 18 મેથી પૂર્વ અને મધ્ય ભારતમાં ગરમીનું મોજું શરૂ થશે. વિભાગે હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે દેશમાં ઘણી જગ્યાએ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી 46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હતું. ખાસ કરીને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં, દક્ષિણ હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં કેટલાક સ્થળોએ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. આ સામાન્ય તાપમાન કરતાં 2-4 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે 18 મેથી પૂર્વ અને મધ્ય ભારતમાં ગરમીનું મોજું શરૂ થશે. વિભાગે હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આવા સમયે બાળકો, વૃદ્ધો અને ક્રોનિક રોગોથી પીડાતા લોકોની સંભાળ ખૂબજ જરૂરી છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી તડકામાં રહે છે અથવા ભારે કામ કરે છે તેમનામાં ગરમી સંબંધિત રોગોમાં વધારો થવાની સંભાવના છે.
આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી હીટ વેવ ચાલુ રહેશે
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી પાંચ દિવસ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં 17 મેથી 21 મે સુધી ગરમ પવનો ફૂંકાશે. ઉત્તર મધ્યપ્રદેશમાં 18 મેથી 21 મે સુધી હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાન, પંજાબ અને હરિયાણા અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં 18-21 મે વચ્ચે ઘાતક ગરમીની લહેર આવવાની સંભાવના છે. જ્યારે ઉપ-હિમાલયના વિસ્તારો અને પશ્ચિમ બંગાળમાં 17 મેના રોજ ભેજ અને ગરમીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાશે.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલના કેટલાક વિસ્તારોમાં 17 થી 21 મે વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. તેમજ કેરળમાં 20 મેના રોજ ભારે વરસાદની સંભાવના છે. આ વરસાદ તમિલનાડુના દક્ષિણ કિનારા પર ચક્રવાતી તોફાનની અસરને કારણે થશે. વરસાદની સાથે સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની અપેક્ષા છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું આંદામાન સમુદ્રમાં આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં કેરળ પહોંચે તેવી શક્યતા છે.