શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને સનફાર્માના રહીશ સાથે 94.18 લાખ પડાવ્યા હતા, પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાંથી 11 તો એકાઉન્ટ હોલ્ડર નીકળ્યાં
(પ્રતિનિધિ) વડોદરા તા.15
શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ભેજાબાજે ટુકડે ટુકડે રૂ. 94.18 લાખ પડાવી લીધા હતા. ત્યારે સાઇબર ફ્રોડમાં નાણા ઉપાડ્યા બાદ તેમના સહઆરોપીઓને આપી દેતી હતી. ત્યારે સાઇબર ક્રાઇમ પોલીસે આ ગેંગના 17 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ઝડપાયેલા આરોપીઓમાંથી 11 એકાઉન્ટ હોલ્ડર છે.વડોદરા શહેરના સનફાર્મા રોડ પર રહેતા રામક્રિષ્ણા રાજીવે 30 માર્ચના રોજ તેઓએ ફેસબુકમાં શેર માર્કેટની એડ પર ક્લીક કરતા તેમને એક વોટ્સ એપ ગ્રૂપમાં એડ કરાયા હતા. ત્યારબાદ તેમને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા ઇચ્છતા હોય તો ફોર્મ ભરી વિગતો સબમિટ કરવા કહ્યું હતું. જેથી સામેથી એન્જલ સિક્યોરિંટી સર્વિસ નામની કંપનીના વ્યક્તિનો ફોન આવ્યો હતો કે તમે કન્ફર્મ થઇ ગયા છે. જેથી તેમનો વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ તેમની પાસેથી શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને અલગ અલગ એકાઉન્ટોમાં રૂ. 94.18 લાખ જમા કરાવડ઼ાવ્યા હતા. ઠગો દ્વારા આપવામાં આવેલા પોર્ટ ફોલિયોમાં ચેક કરતા નફા સાથેની રકમ બતાવતી હતી. જેથી તેઓ વેબસાઇટમાં દેખાતી રકમ ઉપાડવા જતા ઉપાડી શક્યા ન હતા. જેથી તેઓ તેમના આવેલા ફોન પર સંપર્ક કરતા કોઇ યોગ્ય જવાબ આપતા ન હતા.જેથી તેમને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા પડાવી લેનાર 17 આરોપીની વડોદરામાથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. આજે તેમને કોર્ટમાં રજૂ કરાશે. ઝડપાયેલા આરોપીમાંથી 11 આરોપી એકાઉન્ટ હોલ્ડર છે. તેઓએ પોતાના ખાતામાંથી નાણા વિડ઼્રો કરી સહ આરોપીને સોંપી દીધા હતા. જેના માટે તેમને કમિશન મળતું હતું.
– ઝડપાયેલા ઠગ આરોપીઓના નામ
અબ્રારખાન પઠાણ, શાહરૂખ વ્હોરા, ગોમેસી, દવે, શેખ સલીમ મીયા ,સૈયદ હસમતઅલી, ઝરાર ઇખ્તીયારઅલી, ઝરાર સોદાગર, મીર હારીશ સલીમ, બેલીમ વસિમખાન, મોહમદ આફતાબ, શેખ અદનાન, શેખ લીયાકત,, મહેબુબ ઇબ્રાહિમ, શાહરૂખ સીદીક, સાહિલ શેખ, કબીરઅહેમદ મન્સુરી, સોહિલ શેખ, રમીજઅલી કાદરી