Business

OpenAIએ લોન્ચ કર્યું નવું વોઈસ ટુલ, ફિલ્મોના રોબોટની જેમ વાત કરશે

નવી દિલ્હી: ઓપનએઆઈ(OpenAI)એ તેનું નવું વોઈસ મોડલ ટૂલ લોન્ચ કર્યું છે. કંપનીએ તેની ઇવેન્ટમાં GPT 4o લોન્ચ કર્યું છે. આ ટુલની મદદથી યુઝર્સ ઘણા કામ કરી શકે છે. આ ટૂલને એક્સેસ કરવા માટે કોઈ અલગ એપની જરૂર પડશે નહીં. ChatGPT એપનો ઉપયોગ કરતા હોય તે યુઝર્સ તેને ખૂબ જ સરળતાથી એક્સેસ કરી શકશે.

આ નવા ટુલને યુઝ કરવા માટે યુઝર્સે ChatGPTની એપ પર જવું પડશે. ચેટ સિવાય અહીં હેડફોન્સની નિશાની જોવા મળશે. આ સાઇન પર ક્લિક કરીને GPT 4o સેટઅપ કરવું પડશે. અહીં યુઝર્સને ઘણા પ્રકારના વોઈસ ઓપ્શન મળશે. યુઝર્સ પોતાની અનુકૂળતા મુજબ આ AI ટૂલનો અવાજ બદલી શકશે.

યુઝર્સે સૌથી પહેલાં એક મોડેલ પસંદ કરવું પડશે. ત્યાર બાદ આ એપને કેટલીક પરમિશન આપવી પડશે, ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકાશે. એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે તમારે અન્ય પ્લેટફોર્મની જેમ Ok Google અને Alexa જેવું કંઈપણ કહેવાની જરૂર નથી.

આ ચેટબોટ પર સીધા જ પ્રશ્નો પૂછી શકાશે. સારી વાત એ છે કે તે અંગ્રેજીમાં જેટલી સારી રીતે જવાબ આપે છે તેટલી જ સારી રીતે તે હિન્દીમાં પણ રિસ્પોન્સ આપે છે. યુઝર્સ પોતાની ભાષામાં આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. આ એપ ઘણી પ્રાદેશિક ભાષાઓમાં વાત કરી શકે છે.

શું કોઈ નવો અનુભવ છે?
GPT 4o નો ઉપયોગ કરીને યુઝર્સને લાગશે નહીં કે તેઓ AI બોટ સાથે વાત કરી રહ્યા છે. કંપનીનો ઉદ્દેશ્ય પણ આવો જ છે. યુઝર્સ તેની સાથે વાત કરી શકે છે અને ઘણા કાર્યોમાં તેની મદદ લઈ શકે છે. જો કે, તે યુઝર્સ માટે એલેક્સાની જેમ ગીતો વગાડી શકતું નથી પરંતુ તે ચોક્કસપણે યુઝર્સને કેટલાક ગીતોનું લિસ્ટ જણાવી શકે છે. આનો લાભ લઈને યુઝર્સ મૂડ પ્રમાણે ગીતોની યાદી તૈયાર કરી શકશે.

Most Popular

To Top