Charchapatra

ફળોનો રાજા કેરી

કેરીમાં ભરપુર પ્રમાણમાં વિટામીન A અને વિટામીન C જોવા મળે છે. તે ઘણી બીમારીઓમાંથી બચાવે છે. એના ઉપયોગથી રોગપ્રતિકારક ક્ષમતા વધવાની સાથે ઓક્સિજનનનું લેવલ પણ સામાન્ય રહે છે. હવે કેરી વિશે જાણકારી આપુ તો ભારત કેરીની વિવિધતા ધરાવતો પ્રદેશ છે. લગભગ 1500 જેટલી જાતની કેરી ભારતમાં થાય છે. મુખ્ય નામ છે. રાજાપુરી, હાફૂસ, કેસર, લંગડો આ સામાન્ય કેરી દરેકના મુખ પર હોય છે. રાજાપુરી સૌથી મોટુ કેરીનું ફળ હોય છે. તેનો ઉપયોગ રસ કાઢવામાં થાય છે. હાફુસનુ ઉત્પાદન મુખ્યત્વે મહારાષ્ટ્રના રત્નાગિરીમાં અને ત્યારબાદ ગુજરાતમા ખાસ કરીને ધરમપુર વલસાડનો હાફૂલ પ્રખ્યાત છે. કેસર કીરે તેનો સ્વાદ ખુબ મીઠો હોય છે. કેસર કેરીને કેરીઓની રાણી તરીકે ઓળખવામાં આવે છે ને સૌરાષ્ટ્રના તાલાલા તેનું ઉત્પાદન થાય છે. લંગડામાં અધુ છે કેરીનું એક વૃક્ષ લગાવ્યું હતું તેનો સ્વાદ એટલો સરસ હતો કે એને જોઈને બીજા ખેડૂતોએ પણ તેના વૃક્ષો લગાવ્યા કેરીનું લંગડો રાખ્યું કારણ કે તે ખેડૂત લંગડો હતો.
સુરત     – મહેશ આઈ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top