Vadodara

મધર્સ ડે નિમિત્તે શહેરમાં આજે નવીન ખુરાના દ્વારા મેરેથોન દોડ સાથે સાઇકલ રાઈડ થકી ફિટનેસ માટેનું આયોજન કરાયું.

આજે ‘મધર્સ ડે’ નિમિત્તે શહેરના અકોટા ગાર્ડન પાસે વેલો માસ્ટર્સ તથા આર.ડબલ્યુ આર.ના સંયુક્ત ઉપક્રમે નવીન ખુરાના દ્વારા મેરેથોન દોડ સાથે સાયકલ રાઇડ્સ થકી ફિટનેસ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું

VELO Masters એ ડચ ભાષા છે જે સાયકલ માસ્ટર માટે નો શબ્દ છે

સો થી વધુ મહિલા, પુરુષ રનર્સ અને સાયક્લિસ્ટોએ આ રાઇડ્સમા ભાગ લીધો

આજની ભાગદોડ અને અતિ વ્યસ્ત જીવનમાં લોકો શારીરિક રીતે અને માનસિક રીતે પણ થાકી જતા હોય છે જેની અસરથી નાની ઉંમરે પણ લોકો વૃદ્ધ દેખાવા લાગે છે સાથે સાથે અનેક રોગોના ભોગ બની રહ્યાં છે. શારીરિક સાથે માનસિક થાક એ માનવીને જીવનમાં અનેક વ્યાધિ, ઉપાધીઓ લાવે છે ત્યારે વડોદરા શહેરના નવીન ખુરાના લોકોના સ્વાસ્થ્ય ની ચિંતા સાથે છેલ્લા કેટલાક વર્ષોથી વર્ષમાં બે વખત મેરેથોન દોડનુ આયોજન તો કરે જ છે સાથે સાથે સાયકલ રાઇડ્સ VELO Master નું આયોજન કરે છે. ત્યારે આજે 12 મી મે એટલે ‘મધર્સ ડે’ દિવસ જેની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે માતાના ત્યાગ, સમર્પણ અને તેના અસીમ પ્રેમને અને તેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વેલો માસ્ટર્સ તથા આર.ડબલ્યુ. આર.ના સંયુક્ત ઉપક્રમે શહેરના અકોટા ગાર્ડન નજીક પ્રસન્ના હાઉસ ખાતે સાયકલીંગ વર્કશોપ અને ફુડ સપ્લિમેન્ટરી સાથે ઓલ ઇન વન ફિટનેસ હબના શુભારંભ સાથે સાથે મધર્સ ડે નિમિત્તે નવીન ખુરાના દ્વારા એક સાયકલ રાઇડ્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ઉમરના મહિલાઓ, પુરુષો મળીને અંદાજે સો દોડવીર, સાયલિસ્ટ સવારે 15 થી 25 કિ.મી.રનિંગમા જોડાયા હતા.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે તાજેતરમાં નેપાલમા યોજાયેલ એશિયા કપ માં ભારતનું પ્રતિનિધિત્વ કરી બીજો ક્રમાંક તથા સમગ્ર વિશ્વમાં દસમો ક્રમાંક મેળવેલ શહેરની રિધ્ધિ નરેશ કદમ,, શાલુ મેડમ, સુવર્ણા સરનૌત, માધુરી ખુરાના,
સહિતના ઇન્ટરનેશનલ મેરેથોનના દોડવીરો સહિત ઉપસ્થિત રહ્યાં હતાં જ્યાં તેઓનું મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેરેથોન તથા સાયકલ રાઇડ્સ નું આ આયોજન નવીન ખુરાના પોતે કરે છે. આખા વર્ષ દરમિયાન પણ તેઓ જે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સાયકલ ચલાવવા ઇચ્છે છે તેઓને તેઓ સાયકલ આપે છે સાથે જ તે મોંઘી સાયકલોના મેઇન્ટેનન્સ માટે પણ અલાયદો સ્ટોર બનાવ્યો છે જેમાં કારીગરો,સાયકલના સ્પેરપાર્ટસ, સર્વિસ ની સુવિધા કરી છે નવીન ખુરાનાનો ધ્યેય માત્ર લોકોમાં સ્વસ્થ અંગે જાગૃતિ લાવવાનો છે

Most Popular

To Top