લોકસભાની ચૂંટણી દરમિયાન હરિયાણામાં રાજકીય ઉથલપાથલ થઇ છે. ત્રણ અપક્ષ ધારાસભ્યે ભાજપની સીની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો એટલું જ નહિ પણ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો અને ભાજપ સરકાર લઘુમતીમાં છે એવો દાવો કોંગ્રેસે કર્યો છે પણ શું ભાજપની સરકારનું પતન થઇ શકે છે? હરિયાણામાં નરેન્દ્ર મોદીએ લોક્સભાની ચૂંટણી આવે એ પહેલાં ગુજરાત જેવો પ્રયોગ કર્યો અને મનોહરલાલ ખટ્ટ ર સરકારને બરખાસ્ત કરી દીધી અને નવી સરકારની રચના થઇ, નાયબ સીન હ સીની મુખ્યમંત્રી બન્યા પણ હજુ તો આ સરકારને ત્રણ માસ નથી થયા ત્યાં તો એના કાંગરા ખરવા લાગ્યા છે. અત્યારે આ સરકાર લઘુમતીમાં છે , આંકડાની દૃષ્ટિએ.
હરિયાણામાં કુલ બેઠક ૯૦ છે. એમાંથી બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં. મનોહરલાલ ખટ્ટરને લોકસભામાં ઉતારાયા છે અને એમની ધારાસભાની બેઠકની પેટા ચૂંટણીમાં સૈનીને ઉતારાયા છે. પૂર્વ મંત્રી રણજીતસિંહ ચૌટાલા પણ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. એટલે ધારાસભામાં કુલ બેઠક અત્યારે ૮૮ છે અને બહુમતી માટે ભાજપને ૪૫ સભ્યો જોઈએ. ભાજપની પોતાની બેઠકો ૪૦ છે અને જેજેપીએ સમર્થન પાછું ખેંચી લીધા બાદ એચએલપીના એક સભ્ય બે અપક્ષનું સમર્થન છે એટલે કે બહુમતીમાં બે સભ્ય ઓછા છે. કારણ કે ત્રણ અપક્ષોએ પણ ટેકો પાછો ખેંચી લીધો છે. આ ત્રણેય સભ્યોએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે અને રાજ્યપાલને આ મુદે્ પત્ર પણ લખ્યો છે.
સામા પક્ષે કોંગ્રેસ પાસે ૩૦નું સંખ્યા બળ છે અને બાકી અપક્ષો સાથે છે પણ જેજેપીના સાથ વિના એમની પાસે પણ બહુમતી થઇ શકે એમ નથી. જેજેપી કહે છે કે, કોંગ્રેસ જો ભાજપની સરકાર તોડી શકે એમ હોય તો અમે બહારથી સમર્થન આપીશું. અહીં પેચ ફસાયો છે. બીજી બાજુ , ટેકનીકલ રીતે એક વાર વિશ્વાસ મત લીધા બાદ છ માસ પહેલાં બીજી વાર વિશ્વાસ મત માટે ફરજ પાડી ના શકાય. ગઈ ૧૩ માર્ચે જ સૈની સરકારે વિશ્વાસ મત લીધો હતો અને બહુમત સાબિત થયો. એટલે કે ૧૩ સપ્ટેમ્બર પહેલાં બીજી વાર આ સ્થિતિ આવી ના શકે અને હરિયાણામાં આવતા ઓક્ટોબરમાં ચૂંટણી સમય મુજબ થવાની છે.
કોંગ્રેસે માગણી તો કરી છે કે, સૈનીએ રાજીનામું આપી દેવું જોઈએ અને રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. પણ આ મુદે્ રાજ્યપાલે કોઈ જવાબ આપ્યો નથી. જેજેપીના દુષ્યંત ચૌટાલા ભાજપથી નારાજ તો છે પણ એને ખબર છે કે, કોંગ્રેસ જોર કરે તો જ ભાજપની સરકારને પાડી શકાય. કારણ કે, જેજેપીનાં દસમાંથી ચારેક સભ્યોએ બળવો અંદરખાને કર્યો છે. એટલે ભાજપ મુસ્તાક છે. જો કે, હવે ચૌટાલાએ ફ્લોર ટેસ્ટની માગણી કરી છે.
એટલે લોકસભાની ચૂંટણી બાદ હરિયાણામાં નવો જંગ શરૂ થવાનો છે એ નક્કી. આ સંજોગોમાં ભાજપને લોકસભામાં નુકસાન થઇ શકે છે. ૨૦૧૯માં ભાજપે અહીં દસે દસ બેઠકો જીતી લીધી હતી. આ વેળા એવી શક્ય લાગતું નથી. અને જો ભાજપને નુકસાન થયું તો ભાજપની સ્થાનિક સરકારને બચાવવાનું મુશ્કેલ બની જશે અને ત્યારે રાજ્યપાલની ભૂમિકા મહત્ત્વની બની જશે. લોક્સભાની ચૂંટણી બાદ હરિયાણામાં નવાજુની થઇ શકે છે.
ઓછું મતદાન કોને ફળશે?
ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ત્રીજા તબક્કામાં લોકસભા માટે મતદાન ઘટ્યું છે. પહેલા બે તબક્કાની જેમ જ ત્રણથી ચાર ટકા મતદાન ઘટ્યું છે. એ કોને ફળશે? ભાજપને કે પછી કોંગ્રેસને? ગુજરાતની વાત કરીએ તો ધારાસભાની પાંચ પેટા ચૂંટણીમાં પણ વિજાપુરને છોડતાં મતદાન ઘટ્યું છે. ભાજપના ઘણા બધા મંત્રીઓના મત વિસ્તારમાં પણ બે પાંચ ટકાથી માંડી દસ ટકા સુધી મતદાન ઘટ્યું છે. ૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૪માં મતદાતા કેટલા વધ્યા એ અને સુરતમાં મતદાન જ ના થયું એ આંકડાનો સરવાળો અને મતદાન થયું એ સરખામણી થાય તો અસર ઓછી છે એમ પણ કહી શકાય. પણ લોકોને મતદાનમાં રસ ઘટ્યો છે કારણ કે, આ વેળા કોઈ મુદા્ પર ચૂંટણી લડાઈ નથી. લોકોના મુદા્ પર કોઈ વાત બહુ કરતું નથી. જ્ઞાતિ જાતિનાં સમીકરણો જ સપાટી પર રહ્યાં છે. આ સ્થિતિમાં ભાજપને ચિંતા થાય એ સ્વાભાવિક છે. પણ શું કોંગ્રેસ ખાતું ખોલાવી શકશે? એ પ્રશ્ન સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. બાકી દરેક બેઠક પર પાંચ લાખની લીડનો સંકલ્પ તો ભાજપનો પૂરો થવાનો નથી.
માયાવતીએ આકાશ આનંદને કેમ હટાવ્યા?
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પક્ષના સંયોજકપદેથી હટાવતા કેટલાક પ્રશ્નો ઊઠ્યા છે. આકાશ આનંદ શિક્ષિત છે, વિદેશ ભણ્યા છે અને માયાવતીએ એને ઉત્તરાધિકારી જાહેર કર્યા અને પક્ષના સંયોજક પણ બનાવ્યા પણ એ પછી આકાશ જે રીતે જાહેર સભાઓ કરવા લાગ્યા અને ધડાધડ ઈન્ટરવ્યુ આપવા લાગ્યા અને ભાજપને આડે હાથ લઇ ટીકા કરવા લાગ્યા એથી કદાચ માયાવતીને એવું લાગ્યું કે આકાશ જલ્દીથી આગળ આવી રહ્યા છે. પક્ષમાં પણ આકાશને જે રીતે છૂટ મળી એનાથી કેટલાકને આકાશ આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા.
આકાશને હટાવવાનું સૌથી મજબૂત કારણ તો ભાજપ પર આકાશ દ્વારા સતત હુમલા હોઈ શકે. બસપાની હાલત યુપીમાં બહુ ખરાબ છે, એનો મતાધાર ઝડપથી ઘટ્યો છે. લોકસભામાં અને ધારાસભા બંનેમાં. બીજું કે, માયાવતી સામે અનેક કેસ છે. આ સ્થિતિમાં ભાજપનાં સંભવિત પગલાંઓ એમને સીમિત કરે છે. કદાચ એટલે જ બસપાને ભાજપની બી ટીમ પણ કહેવામાં આવે છે. ગઈ ચૂંટણીમાં સપા સાથે ગઠબંધન કરેલું પણ આ વેળા એકલા હાથે લડે છે અને એનાથી ફાયદો ભાજપને થાય એવી શક્યતા બધા જુએ છે.
આ સ્થિતિમાં આકાશ ઉગ્રતા સાથે આગળ વધે એ માયાવતી માટે અનેક રીતે મુસીબત સર્જી શકે, કદાચ એટલે જ એમણે આકાશને અટકાવી દીધો છે. જેમ બંગાળમાં મમતા બેનર્જીના કિસ્સામાં થયું એમ જ માયાવતીમાં થયું છે. મમતાએ ભત્રીજા અભિષેક બેનર્જી પર પણ કમાન કસી છે અને હા, આ બંને મહિલા નેતાઓ એમના પર પરિવારવાળાના આક્ષેપો ના થાય એવું ય ઈચ્છે છે. એ પણ કારણ હોઈ શકે છે.
કૌશિક મહેતા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.