તાજેતરમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ આવ્યું હતું. જેમાં ઘણા વિદ્યાર્થી પાસ નાપાસ થયા હતા. જેમાં મકરપુરા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય યુવક નાપાસ થતા તેને લાગી આવ્યું હતું અને નોટ લખી ઘર છોડી નીકળી ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં નહી મળી આવતા પોલીસે ગુમની ફરિયાદ નોંધી હતી. પોલીસ વિસ્તાર તથા રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરતા મુંબઇ જતી ટ્રેનમાં બેસતા દેખાય છે. જેથી પોલીસ યુવકની શોધખોળ કરવા મુંબઇ રવાના કરાઇ છે.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં 19 વર્ષીય અમન યકીન રાય ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. ગઇ કાલે ધોરણ 12 કોમર્સ અને સાયન્સની પરીક્ષાનું પરિણામ આવ્યું હતું. જમાં અમન રાય બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હતો. જેથી ઘરમાં માતા પિતા તેને બોલશે તેવા ડરથી ઘરો છોડી દીધી નીકળી ગયો હતો. મોડી રાત સુધી પુત્ર ઘરે પરત નહી ફરતા તેના માતા પિતાએ તેની આસપાસના વિસ્તારમાં તથા સગાસંબંધીઓ તથા મિત્ર વર્તુળમાં શોધખોળ કરી હતી. પરંતુ અમનનો કોઇ પતો લાગ્યો ન હતો. જેથી તેના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા તેના ઘરમાંથી અમન રાયે ધોરણ 12માં નાપાસ થયો હોવાથી ઘર છોડી જવુ છુ તેવા લખાણ સાથેની નોટ લખી નીકળી ગયો હહતો મુંબઇ તરફ જતી પશ્ચિમ એકસપ્રેસ ટ્રેનમાં બેસીને જતો ત્યાંના સીસીટીવી કેમેરામાં કંડારાઇ ગયો હતો. જેથી મકરપુરા પોલીસની એક ટીમ મુંબઇ ખાતે યુવકને શોધવા રવાના કરાઇ છે.